ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

નેહા કક્કરના પતિ રોહનપ્રીતની કિંમતી વસ્તુઓની હોટલમાંથી ચોરી, તપાસમાં લાગી પોલીસ - Neha kakkar HusbandRrohanpreet

સિંગર નેહા કક્કડના અને સિંગર પતિ રોહનપ્રીત સિંહની (Theft Of Neha Kakkar Husband Valuables) વીંટી સહિત iPhone અને Apple વોચ ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. રોહનપ્રીત એક હોટલમાં રહ્યા હતા જ્યાં તેની સાથે આ ઘટના બની હતી.

નેહા કક્કરના પતિ રોહનપ્રીતની કિંમતી વસ્તુઓની હોટલમાંથી ચોરી, તપાસમાં લાગી પોલીસ
નેહા કક્કરના પતિ રોહનપ્રીતની કિંમતી વસ્તુઓની હોટલમાંથી ચોરી, તપાસમાં લાગી પોલીસ

By

Published : May 14, 2022, 4:16 PM IST

ન્યૂઝ ડેસ્ક:બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કરના પતિ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ (Theft Of Neha Kakkar Husband Valuables) સાથે ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના મંડીની (હિમાચલ પ્રદેશ) છે, જ્યાં હોટલમાંથી રોહનપ્રીતના મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી થઈ છે. રોહનપ્રીત અહીં તેના મિત્રો સાથે રહેતો હતો. રોહનપ્રીતના રૂમમાંથી આઈફોન ફોન, હીરાની વીંટી અને એપલ વોચની ચોરીનો મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો :સલમાન ખાને કહ્યું "મેં મારી નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે", સેટ પરથી શેર કરી તસવીર

હોટલના સ્ટાફની ઝીણવટભરી પૂછપરછ કરાઈ : રોહનપ્રીતને ચોરીની જાણ થઈ તો તેણે હોટલ મેનેજરને ફરિયાદ કરી હતી. હોટલમાં ઝીણવટભરી તપાસ કર્યા બાદ સામાન ન મળતાં પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ હોટલ પર પહોંચી હતી. પોલીસે હોટલના સ્ટાફ અને ત્યાં રહેતા તમામ લોકોને બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હોટલના સ્ટાફની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરીની તપાસ માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:અભિનેત્રી રૂબીનાની હોટ તસવીરો, જોઈને કહેશો 'OH MY GOD"

હનપ્રીત અને નેહાનુ નવું વીડિયો આલ્બમ 'લા લા લા' : મીડિયા રિપોર્ટ્સમાં આ બાબતને હાઈપ્રોફાઈલ કહેવામાં આવી રહી છે, જેની પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. રોહનપ્રીત અને નેહાના લગ્ન વર્ષ 2020માં થયા હતા. બંને અદ્ભુત ગાયકો છે. બોલિવૂડમાં નેહા એકમાત્ર એવી ગાયિકા છે જેના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ 69.7 મિલિયન ફોલોઅર્સ છે. તાજેતરમાં જ રોહનપ્રીત અને નેહાનું નવું વીડિયો આલ્બમ 'લા લા લા' રિલીઝ થયું છે.

ABOUT THE AUTHOR

...view details