ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Mrunal Thakur Bridal Look: લગ્નના જોડામાં સજ્જ મૃણાલ ઠાકુરનો નવો અવતાર, જુઓ અહિં તસવીર - મૃણાલ ઠાકુર બ્રાઇડલ લુક

મૃણાલ ઠાકુરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે પોસ્ટ શેર કરી છે. તેમણે આ વખતે અદભૂત તસવીર શેર કરી છે. તસવીરમાં મૃણાલ બ્રાઈડલ લુકમાં જોવા મળે છે. અભિનેત્રીનો દુલ્હન અવતાર જોઈને ચાહકો બેચેની અનુભવી રહ્યાં છે.

લગ્નના જોડામાં સજ્જ મૃણાલ ઠાકુરનો નવો અવતાર, જુઓ અહિં તસવીર
લગ્નના જોડામાં સજ્જ મૃણાલ ઠાકુરનો નવો અવતાર, જુઓ અહિં તસવીર

By

Published : Jul 30, 2023, 5:26 PM IST

હૈદરાબાદ:મૃણાલ ઠાકુર પોતાની લેટેસ્ટ તસવીર ચાહકો સાથે હંમેશા શેર કરતી રહે છે. અભિનેત્રીએ પોતાનુ ઈન્સ્ટાગ્રામ ગ્લેમરસ, હોટ અને બોલ્ડ તસવીરોથી સજાવ્યુ છે. તેમની તસવીર શેર થતાં જ ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રેમનો વરસાદ શરુ કરી દે છે. ચાહકો તેમની તસવીરની રાહ જોતા હોય છે. અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર 9.5 મિલિયન ફોલોઅર્સ છે. આ વખતે અભિનેત્રી ચર્ચામાં આવવાનું કારણ છે તેમની બ્રાઈડલ લુકમાં ન્યૂ તવસીર.

અભિનેત્રી દુલ્હન અવતારમાં: મૃણાલ ઠાકુરે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અદભૂત તસવીર શેર કરી છે. રેડ કલરમાં અને લહેંગમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. દુલ્હનના રુપમાં સજ્જ અભિનેત્રીને જોઈને ચાહકો થઈ ગયા પાણી પાણી. તેમના હાથોમાં મહેંદી અને આભૂષણોથી શુશોભિત મૃણાલની તસવીર ચાહકોને પસંદ આવી રહી છે. અભિનેત્રીએ આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'હમણાં જ મારા મોટા દિવસના અદ્રશ્ય પિક્ચર્સ'

જાણો તસવીર ક્યાંની: મૃણાલની તાજેતરની આ તસવીર 'મેડ ઈન હેવન સીઝન 2'ની છે. મૃણાલની તાજેતરની આ તસવીર 'મેડ ઈન હેવન સીઝન 2'ની છે. અભિનેત્રી મૃણાલ શોભિતા ધુલીપાલા, જિમ સરભ, અર્જુન માથુર, કલ્કી કોચલીન, શશાંક અરોરા, વિજય રાઝ અને શિવાની રઘુવંશી સાથે 7 એપિસોડની સિરીઝનો ભાગ હશે. આ શોમાં ઈશ્વાક સિંહ, મોના સિંહ અને ત્રિનેત્ર હલદર જેવા નવા ચહેરા પણ જોવા મળશે.

મૃણાલ ઠાકુરનો વર્કફ્રન્ટ: આ દરમિયાન મૃણાલ બોલિવુડ અને સાઉથ ફિલ્મો વચ્ચે 'juggling'માં વ્યસ્ત છે. અભિનેત્રી આગામી તેલુગુ ફિલ્મમાં વિજય દેવરકોન્ડા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. કામચલાઉ શીર્ષક 'VD13' આ ફિલ્મ ગયા મહિને હૈદરાબહાદમાં ફ્લોર પર ગઈ હતી. આ ફિલ્મ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ દ્વારા બેંકરોલ કરાયેલ છે. આ ફિલ્મમાં પરશુરામ પેટલા છે. પેટલાએ વિજય અને રશ્મિકા મંદન્ના અભિનીત 'ગીત ગોવિન્દમ'નું નર્દેશન પણ કર્યું હતું.

  1. Oppenheimer: ભારતીય બોક્સ ઓફિસ પર 'ઓપેનહેમર' એક ડગલું આગળ, 'બાર્બી'ની પીછેહટ
  2. Sara Ali Khan Cameo: 'રોકી ઓર રાની'માં સારા અલિ ખાનનો કેમિયો, જુઓ ગીત હાર્ટથ્રોબમાં રણવીર સાથે એક ઝલક
  3. Kiara Advani First Look: કિયારા અડવાણીના જન્મદિવસ પર રામ ચરણની ફિલ્મમાંથી ફર્સ્ટ લુક રિલીઝ થવાની સંભાવના

ABOUT THE AUTHOR

...view details