ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Malaika Arora: મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની, એક ખાનગી કાર્યક્રમમાં ફિટનેશના રાજ ખોલ્યા - મલાઈકા અરોરા ગુજરાત

બોલિવુડ પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની હતી. જેમાં એક ખાનગી કાર્યક્રમ ઉદ્ઘાટનમાં હાજરી આપી. એમાં મલાઈકા અરોરાએ કાર્યક્રમમાં આવેલા દર્શકો સાથે પોતાના ફિટનેશના રાજ ખોલ્યા હતાં.

મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની, એક ખાનગી કાર્યક્રમમાં ફિટનેશના રાજ ખોલ્યા
મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની, એક ખાનગી કાર્યક્રમમાં ફિટનેશના રાજ ખોલ્યા

By

Published : Jul 25, 2023, 11:11 AM IST

મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની, એક ખાનગી કાર્યક્રમમાં ફિટનેશના રાજ ખોલ્યા

અમદાવાદ :અમદાવાદ શહેરમાં અવારનવાર બોલીવુડ, ક્રિકેટ, રાજકિય સહિત વિવિધ સેલિબ્રિટીઓ મહેમાન બનતા હોય છે. ત્યારે ખાસ કરીને છેલ્લા ધણા સમયથી બોલીવુડની પહેલી પસંદ ગુજરાત રહ્યું છે. બોલીવુડ સ્ટાર કોઈ ફિલ્મનું પ્રમોશન હોય, ફિલ્મના શૂટિંગ હોય અથવા તો, કોઈ ખાનગી કાર્યક્રમ હાજરી આપતા નજરે જોવા મળતા હોય છે. ત્યારે બૉલીવુડ પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરા અમદાવાદ શહેરની મહેમાન બની હતી. અમદાવાદ શહેરના આંબલી રોડ પર આવેલા એક ખાનગી શોપનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં મલાઈકા અરોરાએ અમદાવાદને ફેશન હબ કહ્યું હતું.

મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની, એક ખાનગી કાર્યક્રમમાં ફિટનેશના રાજ ખોલ્યા

મલાઈકા અરોરાનું નિવેદન: અભિનેત્રી મલાઈકા અરોરા જણાવ્યું હતું કે, ''લાઇફમાં ફેશન હોવું ખૂબ જરૂરી છે. જે આજે અમદાવાદમાં પણ અલગ અલગ પ્રકારના ફેશન હબ જોવા મળી રહ્યાં છે. ઘણા સમય પછી અમદાવાદ આવી છું. ફેશનમાં અલગ અલગ વેરાયટી જોવા મળી આવતી હોય છે. દરેક વ્યક્તિને પોતાનું અલગ અલગ ફેશન પસંદ હોય છે. જે દરેક વ્યક્તિની પસંદ પણ અલગ અલગ હોય છે.''

મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની, એક ખાનગી કાર્યક્રમમાં ફિટનેશના રાજ ખોલ્યા

ફિટનેશના ખોલ્યા રાજ: વધુમાં જણાવ્યું હતું, ''હું મારા શરીરને ફિટ રાખવામા માટે ખૂબ મહેનત કરી છું. આજની ઝડપી લાઈફમાં શરીરને ફિટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના કારણે મારા શરીરને ફિટ રાખવા યોગ્ય ડાયટ તેમજ ટ્રેનર સાથે સતત કસરત કરતી રહું છું. આજે ઘણા બધા લોકો પણ આની સાથે સંકળાયેલા છે. લોકો પણ પોતાની જાતને ફિટ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણું શરીર ફિટ રાખવું ખૂબ જરૂરી હોય છે.'' ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે મલાઈકા અરોરા અમદાવાદના આંગણે આવી હતી, ત્યારે ગુજરાતી ભોજન ગ્રહણ કરીને આફરિન થઈ ગઈ હતી.


  1. Jawan New Poster: 'જવાન'માંથી વિજય સેતુપતિનો ફર્સ્ટ લુક આઉટ, વિલનની ભૂમિકામાં જોવા મળશે સાઉથ સુપરસ્ટાર
  2. Ashutosh Rana Visit Ujjain: મહાકાલના મંદિરે પહોંચ્યા આશુતોષ રાણા, દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા
  3. Yashpal Sharma: યશપાલ શર્મા ગ્વાલિયારમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા, કહ્યું ટોલિવુડે બોલિવુડને માર્યો થપ્પડ

ABOUT THE AUTHOR

...view details