મુંબઈઃ નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'એ રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી લીધી છે. તાજેતરમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી કૃતિ સેનને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન શેર કર્યું છે. હવે 500 કરોડમાં બનેલી ફિલ્મે અપેક્ષા મુજબ પ્રથમ દિવસે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મને લઈ ઘણા વિવાદો અને ટિકા ટિપ્પણી થઈ છતાં, બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. અહિં જાણો પ્રથમ દિવસની વિશ્વવ્યાપી કમાણી.
box office collection: 'આદિપુરુષ'નું વિશ્વવ્યાપી કલેક્શન, પ્રથમ દિવસે જ 100 કરોડનો આંકડો પાર - કૃતિ સેનની પોસ્ટ
તારીખ 16 જૂને રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ'એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવનાર કૃતિ સેનને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના પ્રથમ દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન શેર કર્યું છે, જે તેની સફળતા દર્શાવે છે. જાણો વિશ્વભરમાં લોકપ્રિય ફિલ્મે પ્રથમ દિવસે કેટલી કમાણી કરી.
ફિલ્મનું વિશ્વવ્યાપી કલેકશન: 'આદિપુરુષ'માં સીતાનું પાત્ર ભજવતી અભિનેત્રી કૃતિ સેનને તાજેતરમાં જ તેની ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યું છે. પ્રભાસની આદુપરુષ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે 140 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પોસ્ટ શેર કરતાં કૃતિએ કેપ્શન આપ્યું છે કે, 'જય શ્રી રામ'. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત 'આદિપુરુષ'માં પ્રભાસ રામ તરીકે, સની સિંહ લક્ષ્મણ તરીકે અને કૃતિ સેનન જાનકી તરીકે જોવા મળે છે.
ફિલ્મની સફળતા: રીલીઝ થઈ ત્યારથી 'આદિપુરુષ'ને તેના નબળા VFX અને સંવાદોને કારણે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ લોકોએ પાત્રોને લઈને પણ ખૂબ ટ્રોલ કર્યા હતા. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મે રેકોર્ડ બ્રેકિંગ એડવાન્સ બુકિંગ હાંસલ કર્યું છે અને રિલીઝના પહેલા દિવસે ખૂબ જ સારું કલેક્શન કર્યું છે. 500 કરોડના જંગી બજેટ સાથે 'આદિપુરુષ' તૈયાર કરવામાં આવ્યું છે. રામાયણ પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ'માં પ્રભાસ, કૃતિ અને સની સિંહ ઉપરાંત દેવદત્ત નાગે હનુમાન અને સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવે છે.