મુંબઈઃબોલિવૂડમાં ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. આ દિવસોમાં ક્રિકેટ અને બોલીવુડ કપલ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની સૌથી વધુ ચર્ચા છે. છેલ્લા ઘણા સમયથી આ કપલના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે અને હવે તેમના લગ્નની તારીખ સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ અને બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીના લગ્ન જાન્યુઆરીમાં આ તારીખે થવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો:Film Actors at Ahmedabad Uttarayan 2023 : ગુજરાતી ફિલ્મના કલાકારો અમદાવાદની પોળમાં, પતંગની ખૂબ લૂંટી મજા
આ લગ્નની તારીખ છે:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન તારીખ 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીના ખંડાલાના બંગલામાં થવા જઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી બંનેના પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અને ન તો આ લગ્નની તારીખ પર મહોર લગાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નની વિધિ 3 દિવસ સુધી ચાલશે. તારીખ 21 થી 23 જાન્યુઆરી દરમિયાન લગ્નની તમામ વિધિઓ કરવામાં આવશે.
મહેમાન યાદી જુઓ:કેએલ રાહુલ અને અથિયાના શાહી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને બોલિવૂડના આ શાહી લગ્નમાં આવનાર કેટલાક જાણીતા મહેમાનોના નામ પણ સામે આવ્યા છે. જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર, જેકી શ્રોફ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સહિત ઘણા મોટા નામ ગેસ્ટ લિસ્ટમાં સામેલ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:ગોરખપુર મહોત્સવ 2023માં ગાયક સોનુ નિગમનો લાઈવ કોન્સર્ટ
સોશિયલ મીડિયા પર સક્રિય: કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને 2022માં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ દરમિયાન પણ બંને સાથે જોવા મળ્યા હતા. અહીં કપલે બર્થડે પણ સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ ઉપરાંત બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટને પણ લાઈક કરે છે અને હવે આ કપલ પોતાની સુંદર અને રોમેન્ટિક તસવીર પણ શેર કરે છે.