હૈદરાબાદ:બોલિવુડ પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કેફ મંગળવારે કરણ જોહરની આગામી શાનદાર ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'ના પ્રિમિયરમાં ભાગ લેવા પહોંચ્યું હતું. આ કપલ પ્રિમિયરમાં ભાગ લેનાર ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓમાં સામેલ હતું. આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ અને રણવીર સહિત શબાના આઝમી, જયા બચ્ચન, ધર્મેન્દ્ર જેવી અન્ય હસ્તીઓએ હાજરી આપી હતી. આ હસ્તીઓ પ્રતિભાશાળી ફિલ્મમાં શાનદાર ભૂમિકામાં જોવા મળે છે.
વિકી-કેટરિનાએ કર્યા વખાણ: પાપારાઝીએ એકાઉન્ટ પર કેટરિના કેફ અને વિકી કૌશલનો સ્ક્રિનિંગમાંથી બહાર નિકળતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો જોઈ ચાહકોમાં હાહાકાર મચી ગયો છે.જ્યારે વિકીને આ ફિલ્મ વિશે પુછવામાં આવ્યું ત્યારે વિકીએ કહ્યું, 'ખુબ સરસ'. વિકીએ સ્ટાઈલિશ બ્લુ શર્ટ અને મેચિંગ જીન્સ પહેર્યો હતો. કેટરીના કેફને ફિલ્મ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહયું, 'અમેઝિંગ મૂવી'. કેટરિના વ્હાઈટ આઉટફિટમાં અદભૂત દેખાતી હતી.
વિકીની સુંદર નોંધ: પ્રિમિયરમાં હાજરી આપ્યા બાદ, વિકી બુધવારે સવારે સોશિયલ મીડિયા પર 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'ના વખાણ કર્યા હતા. તેમણે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લાંબી નોંધ લખી હતી. ''ફિલ્મનો દરેક ભાગ પસંદ આવ્યો. હાર્ડકોર મોટી સ્ક્રીન ફેમિલી એન્ટરટેઈનર. તમારા મિત્રને લઈ જાઓ, જોવાનું ચુકશો નહિં. કરણ જોહર તમે સાચા માસ્ટર છો. તેમના દ્વારા જબરદસ્ત પ્રદર્શન. આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને દિગ્ગજ કાલાકાર ધર્મેન્દ્ર, જયા બચ્ચન, સબાના આઝમીને સ્ક્રિન પર જોવાનો કેટલો આનંદ.''
ઈવેન્ટમાં પહોંચ્યું આ સુંદર કપલ, કેટરિના કેફ-વિકી કૌશલે ફિલ્મની સરાહના કરી ઉપસ્થિત મહેમાનો: આ સ્ક્રિનિંગમાં આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂર, કરિશ્મા કપૂર, ગૌરી ખાન, અનન્યા પાંડે, સારા અલિ ખાન, ઈબ્રાહિમ ખાન, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન, સીમા સજદેહ સહિત અન્ય બોલિવુડ દિગ્ગજોએ હાજરી આપી હતી. 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' કૌટુંબિક નાટક પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં 'રોકી' તરીકે રણવીર સિંહ અને 'રાની' તરીકે આલિયા ભટ્ટ સામેલ છે. 2 કલાક અને 48 મિનિટની આ ફિલ્મ છે. તારીખ 28 એપ્રિલના રોજ આ ફિલ્મ મોટા પડદા પર જોવા મળશે.
- Lgm Film: ચેન્નઈમાં 'lgm' ફિલ્મ પ્રેસ મીટ યોજાઈ, સાક્ષીએ અભિનય વિશે કહી મોટી વાત
- Samantha Indonesia Trip: સામંથા રુથ પ્રભુ ઈન્ડેનેશિયામાં વેકેશનની મજા માણી રહી છે, તસવીર કરી શેર
- Oppenheimer: ભારતીય બોક્સ ઓફિસ પર 'ઓપેનહેમર'ની કમાણીમાં થયો ઘટાડો, જાણો પાંચમાં દિવસનું કેલક્શન