મુંબઈઃફિલ્મ નિર્માતા કરણ જોહર અને બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી નુશરત ભરુચાની ફિલ્મ 'સેલ્ફી' તારીખ 24 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મની કમાણી ખુબજ ઓછી થઈ છે. આ દરમિયાન અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મની કમાણી ઓછી થવા સાથે કરણ જોહર પર નિશાન સાધ્યુ છે. આ ઉપરાંત કંગનાએ ફિલ્મન લઈ કેટલીક સ્ટોરી શેર કરી છે.
આ પણ વાંચો:Nawazuddin Siddiquis: હાઈકોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાને બાળકો સંબંધિત મતભેદ ઉકેલવા આપી સલાહ
કંગનાએ કરણ જોહર પર સાધ્યુ નિશાન: કરણ જોહર અક્ષય કુમાર ઈમરાન હાશ્મી નુસરત ભરૂચાની ફિલ્મ 'સેલ્ફી' શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મ શરૂઆતના દિવસે વધુ કમાણી કરી શકી નથી. આ ફિલ્મની કમાણી અક્ષયની સૌથી ઓછી ઓપનર ફિલ્મ 'બેલ બોટમ' કરતા પણ ઓછી છે. પ્રથમ દિવસે 'સેલ્ફી' લગભગ 2-2.5 કરોડ રૂપિયાની નજીવી કમાણી કરવામાં સફળ રહી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મના ઓછા બિઝનેસ માટે નિર્માતા કરણ જોહર પર નિશાન સાધ્યું છે.
કંગના રનૌતનું ટ્વીટ: કંગનાએ તેમની ઇન્સ્ટાગ્રામ સેલ્ફીને લઈને કેટલીક સ્ટોરી શેર કરી છે. તેણે પોતાની પહેલી સ્ટોરીમાં લખ્યું, 'કરણ જોહરની ફિલ્મ સેલ્ફીએ પહેલા દિવસે માંડ 10 લાખની કમાણી કરી છે. મેં એક પણ ટ્રેડ અથવા મીડિયાકર્મીને તેના વિશે વાત કરતા જોયા નથી, જે રીતે તેઓ મને પરેશાન કરે છે. તેની મજાક ઉડાવવાનું કે તેને ધમકાવવાનું ભૂલી જાવ.
સેલ્ફીની ટીકા: તેની બીજી પોસ્ટ પર કંગનાએ એક આર્ટિકલ શેર કર્યો છે. જેની હેડલાઈન છે, 'કંગના રનૌતનું મેલ વર્ઝન'. આને શેર કરતાં કંગનાએ લાઇફ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું, 'હું સેલ્ફી ફ્લોપના સમાચાર શોધી રહી હતી, મેં જોયું કે તમામ સમાચાર મારા વિશે છે. આ પણ મારી ભૂલ છે. કંગનાએ કેટલાક વધુ લેખ શેર કર્યા છે. તેની આગામી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક અન્ય લેખ શેર કરતા તેમણે લખ્યું છે કે, 'વેબ સેંકડો લેખોથી ભરેલું છે, જેમાં 'સેલ્ફી'ની નિષ્ફળતાનો દોષ મારા પર નાખવામાં આવી રહ્યો છે. અક્ષય સર એ કરણ જોહરના નામનો બિલકુલ ઉલ્લેખ કર્યો નથી. આ રીતે માફિયા સમાચારોની હેરફેર કરે છે અને તેમના વર્ણનને અનુરૂપ ધારણાઓ બનાવે છે.
આ પણ વાંચો:Anushka Sharma Supports: AUS સામે હાર્યા બાદ હરમનપ્રીતે આંસુ વહાવ્યા, અનુષ્કાએ સાંત્વના આપી
બોક્સ ઓફિસ કલેક્શન: પ્રથમ દિવસે સેલ્ફીએ કેટલી કમાણી કરી ? દરમિયાન ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર 'સેલ્ફી'ના પ્રથમ દિવસના પ્રારંભિક આંકડા શેર કર્યા છે. તરણ આદર્શના લેટેસ્ટ ટ્વીટ મુજબ, સેલ્ફીએ નેશનલ ચેઈન્સમાં પ્રથમ દિવસે PVRમાં 64 લાખ, INOXમાં 43 લાખ અને સિનેપોલિસમાં 23 લાખનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ તેના શરૂઆતના દિવસે કુલ રૂપિયા 1.30 કરોડ નેટ બોક્સ ઓફિસ કલેક્શન કરવામાં સફળ રહી હતી. વર્ષ 2023માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ 27.08 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ 'શહેજાદા'એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 2.92 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
સેલ્ફી ફિલ્મનો બિઝનેશ: તરણે શુક્રવારે ટ્વિટર પર બીજી એક પોસ્ટ શેર કરી છે, જેમાં જણાવ્યું કે, શુક્રવારે સાંજે 4.30 વાગ્યા સુધી 'સેલ્ફી'એ PVRમાં 28 લાખ રૂપિયા આઈનોક્સમાં 22 લાખ રૂપિયા અને સિનેપોલિસમાં 13 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ રીતે ફિલ્મે પ્રથમ દિવસે કુલ 63 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. રાજ મહેતા દ્વારા દિગ્દર્શિત, 'સેલ્ફી' એ મલયાલમ ફિલ્મ 'ડ્રાઇવિંગ લાયસન્સ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. જેમાં પૃથ્વીરાજ અને સૂરજ વેંજારામુડુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે હિન્દી વર્ઝનમાં અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં છે.