ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સિંગર જુબીન નૌટિયાલ સીડી પરથી પડી ગયા, થયા હોસ્પિટલમાં દાખલ - સિંગર જુબિન નૌટયાલ

જુબીન નૌટિયાલ હોસ્પિટલમાં દાખલ (Jubin Nautiyal admitted to hospital) છે. સીડી પરથી પડી જવાને કારણે સિંગરને માથા અને પાંસળીમાં ગંભીર ઈજા થઈ (Jubin Nautiyal injured in accident) છે. આ સિવાય તેમના માથા અને કપાળમાં પણ ઈજા થઈ હતી.

સિંગર જુબીન નૌટિયાલ સીડી પરથી પડી ગયા, થયા હોસ્પિટલમાં દાખલ
સિંગર જુબીન નૌટિયાલ સીડી પરથી પડી ગયા, થયા હોસ્પિટલમાં દાખલ

By

Published : Dec 2, 2022, 3:27 PM IST

મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત ગાયક જુબિન નૌટિયાલના ચાહકો માટે ખરાબ સમાચાર છે. જુબિન હોસ્પિટલમાં દાખલ (Jubin Nautiyal admitted to hospital) છે. વાસ્તવમાં સીડી પરથી પડી જવાને કારણે સિંગરને માથા અને પાંસળીમાં ઈજા થઈ (Jubin Nautiyal injured in accident) છે. આ સિવાય તેના કપાળ પર પણ ઈજા છે. જુબિન નૌટિયાલને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધુર અવાજના જાદુગર જુબિન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની કોણીની હાડકું તૂટી ગયું છે.

ડૉક્ટરની સલાહ: આ ઉપરાંત માથા કપાળ અને પાંસળીના ભાગે ઈજાઓ પણ ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગરના જમણા હાથનું ઓપરેશન થશે. આવી સ્થિતિમાં ડોક્ટરે જમણા હાથનો વધુ ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

સિંગરનું ગીત રિલીઝ: હાલમાં જ સિંગરનું નવું ગીત 'તુ સામને' રિલીઝ થયું છે. આ ગીતમાં જુબિન સાથે શ્રીલંકન સિંગર યોહાની જોવા મળી રહી છે. ગીત લોન્ચિંગ વખતે પણ બંને સાથે જોવા મળ્યા હતા. જુબિન નૌટિયાલ હાલમાં બોલિવૂડમાં ગાયકોની યાદીમાં ટોચની પસંદગી છે. જુબિને એક પછી એક હિટ ગીત ગાયા છે. તે રોમેન્ટિક, પીડાદાયક અને પ્રેમ ગીત માટે વધુ પ્રખ્યાત છે. જુબીનના અવાજનો જાદુ ચાહકોના દિલ પર સીધો પ્રભાવ પાડે છે.

જુબીન નૌટીયાલ ગીત:જુબિનના ગીતની વાત કરીએ તો તેમણે બોલિવૂડ સિવાય પણ ઘણા મ્યુઝિક આલ્બમ માટે ગાયું છે. જુબિન હવે તેના પોતાના ગીતોમાં સ્ક્રીન પર જોવા મળે છે. જો કે, જુબિનનું દરેક ગીત હિટ છે, પરંતુ અહીં અમે તે ગીતની વાત કરીશું, જે તેના ચાહકોના હોઠ પર આજે પણ છે. તેમાં ઈમરાન હાશ્મી સ્ટારર 'લૂટ ગયે', 'તુમ હી આના', 'દિલ ગલતી કર બેઠા હૈ' અને 'તારોં કે શેર' સહિત ઘણા હિટ ગીતનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details