અમદાવાદ: જીગ્નેશ કવિરાજ એ ગુજરાતના પ્રખ્યાત સિંગર છે. જિગ્નેશ કવિરાજે અગાઉ માહીતી શેર કર હતી કે, નવું ભજન ગીત રિલીઝ થવા જઈ રહ્યુ છે. વચન મુજબ જિગ્નેશ કવિરાજનું નવું ભજન ગીત 'ખાખ મેં ખપ જાના રે બંદે' એક્તા સાઉન્ડ ભક્તિનો મારગ યુ ટ્યૂબ ચેનલ પર રિલીઝ થઈ ગયું છે. જિગ્નેશનો મધુર અવાજ સાંભળી ચાહકો મંત્રમુગ્ધ થઈ રહ્યાં છે. આ ભજન રિલીઝ થતાં જ ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રેમનો વસરાદ કરી રહ્યા છે.
Jignesh Kaviraj Song: 'ખાખ મેં ખપ જાના રે બંદે' રિલીઝ, જિગ્નેશ કવિરાજના સ્વરમાં સાંભળો નવું ભજન ગીત - જીગ્નેશ કવિરાજ ખાખ મેં ખાપ જાના રે બંદે
ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે પોતાનુ નવું ભજન ગીત રિલીઝ કરી દીધું છે. 'ખાખ મેં ખપ જાના રે બંદે' ભજન ગીત એક્તા સાઉન્ડ ભક્તિનો મારગ યુ ટ્યૂબ ચેનલ પર ઓડિયોમાં જોવા મળશે. આ ભજન ગીતના ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે.
ચાહકોની પ્રતિક્રિયા: ચાહકોએ એક્તા સાઉન્ડ ભક્તિ નો મારગ યુ ટ્યૂબ ચેનલ પર સોન્ગનો ભરપૂર આનંદ માણી રહ્યા છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. જેમાં એક ચાહકે લખ્યું છે કે, 'વાહ ખરેખર સુંદર છે જીન્ગેશભાઈ'. અન્યએ લખ્યું છે કે, 'વાહ જીગ્નેશભાઈ બહુ સરસ'. જ્યારે બીજાએ લખ્યું છે કે, 'આજ તો મને મોજ આવી ગઈ હો. જીગ્નેશભાઈ ખુબ આગળ વધો'. અન્ય ચાહકે લખ્યું છ કે, 'ખૂબ જ સરસ પ્રાચીન ભજન'. બીજ ચાહકે લખ્યું છે કે, 'મસ્ત ગીત સે હો ખાખ મેં ખપ જાના રે બંદે. વાહ રે'.
જિગ્નેશ કવિરાજ વિશે: જીગ્નેશ કવિરાજનું હાલમાં જ એક સોન્ગ 'મેં તને હાજવી એવુ કોણ તને હાચવશે' રિલીઝ થયું હતું. આ સોન્ગને લઈને ચાહકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જીગ્નેશ કવિરાજ નવા સોન્ગની માહિતી ચાહકો સાથે શેર કરતા રહે છે. તેઓ ગુજરાતના જાણીતા કલાકારોમાંથી એક છે. જિગ્નેશ કવિરાજે ાનુ મારી લાખોમા એકગીત ગાયને ખુબ જ સારી નામના મેળવી હતી. જિગ્નેશ કવિરાજ માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ તેઓ વિદેશોમાં કાર્યક્રમ કરતા જોવા મળે છે.