ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Jawan New Poster : 'જવાન'નું નવું પોસ્ટર રિલીઝ, ફિલ્મના વિલનનો લુક જોઈને ચોકી જશો - જવાનનું નવું પોસ્ટર રિલીઝ

શાહરૂખ ખાને ફરી એકવાર તેની આગામી ફિલ્મ 'જવાન'નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ વખતે પોસ્ટરમાં શાહરૂખ ખાન એકલો નહીં પરંતુ તેની ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Etv BharatJawan New Poster
Etv BharatJawan New Poster

By

Published : Aug 10, 2023, 4:28 PM IST

હૈદરાબાદઃ2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ શાહરૂખ ખાન સ્ટારર 'જવાન' છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અહીં શાહરૂખ ખાનના ચાહકોના દિલની ધડકન તેજ થઈ રહી છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મનું ફાઈનલ ટ્રેલર આવવાનું બાકી છે. આ પહેલા પણ શાહરૂખ ખાન ફિલ્મના નવા પોસ્ટર શેર કરીને વારંવાર ચાહકોનું ધ્યાન પોતાની ફિલ્મ જવાન તરફ ખેંચી રહ્યો છે. હવે શાહરૂખ ખાને ફરી એકવાર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.

એક મહિના કરતા પણ ઓછો સમય બાકીઃઆ વખતે પોસ્ટરમાં શાહરૂખ ખાન એકલો નહીં પરંતુ તેની આખી ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે જોવા મળી રહ્યો છે. આ વખતે પોસ્ટરમાં શાહરૂખ સાથે વિજય સેતુપતિ અને નયનતારા જેવા સાઉથ સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. હવે જ્યારે ફિલ્મને માત્ર રિલીઝ થવાને એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે ત્યારે મેકર્સે 'જવાન'નું નવું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે.

ફિલ્મ જવાનમાં જોવા મળશે આ સ્ટાર કાસ્ટ: શાહરુખ ખાન, વિજય સેતુપતિ, નયનતારા, દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સામે વિલનની ભૂમિકામાં વિજચ સેતુપતિ લેવામાં આવ્યો છે. ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરે સિનમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે.

પહેલું રોમેન્ટિક ગીત 14 ઓગસ્ટે રિલીઝ આવશેઃ શાહરૂખ ખાન અને નયનતારા વચ્ચેનું પહેલું રોમેન્ટિક ગીત 'દિલ તેરે નાલ જોડીયા' 14 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ગીત અરિજીત સિંહે ગાયું છે તમને જણાવી દઈએ કે, આ ગીતના શૂટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી ક્લિપ્સ પણ વાયરલ થઈ હતી. આ ગીતનું શૂટિંગ મુંબઈના અલગ-અલગ લોકેશન પર કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહરૂખ અને નયનતારા વચ્ચે લવ કેમેસ્ટ્રી જોવા મળશે.

આ પણ વાંચોઃ

  1. Rajinikanth's Jailer Releases: આજે રજનીકાંતની ફિલ્મ 'જેલર' થઈ રિલીઝ, જાપાની કપલ ફિલ્મ જોવા ભારત પહોંચ્યું
  2. Kushi Trailer Out: વિજય દેવરકોંડા-સામન્થા રુથ પ્રભુ અભિનીત 'કુશી'નું ટ્રેલર આઉટ, જુઓ અહિં ટ્રેલર

ABOUT THE AUTHOR

...view details