ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Bollywood Box Office Updates: 'જવાન'ની કમાણીમાં 14માં દિવસે ઘટાડો થવાની શક્યતા - જવાન બોક્સ ઓફિસ કલેક્શન અપડેટ્સ

શાહરુખ ખાનની 'જવાન' ફિલ્મની કમાણીમાં 14માં દિવસે સ્થાનિક બજારમાં લગભગ 15 ટકાથી વધુનો ઘટાડો થવાની શક્યતા છે. 300 કરોડથી વધુના બજેટમાં બનેલી ફિલ્મે રિલીઝના 13માં દિવસે ભારતમાં રુપિયા 500 કરોડનો આકડો પાર કરી લીધો છે.

'જવાન'ની કમાણીમાં 14માં દિવસે ઘટાડો થવાની શક્યતા
'જવાન'ની કમાણીમાં 14માં દિવસે ઘટાડો થવાની શક્યતા

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 11:28 AM IST

Updated : Sep 20, 2023, 12:14 PM IST

હૈદરાબાદ: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાને' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે 14માં દિવસે ફિલ્મના બિઝનેસમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવી હતી, ત્યારે 'ગદર 2' અને 'OMG 2' જેવી ફિલ્મો સારી કમાણી કરી રહી હતી. તેમ છતાં, 'જવાને' ફક્ત 13 દિવસમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર 500 કરોડની કમાણી કરી છે અને હાલમાં પણ તે બજબૂત ચાલી રહી છે.

જવાન બોક્સ ઓફિસ કલેક્શન અપડેટ્સ: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'જવાન' ફિલ્મની કમાણીમાં 14માં દિવસે 15 ટકા ઘટાડો થાય તેવી શક્યતા છે. પ્રારંભિક અંદાજ મૂજબ, 'જવાન' ભારતમાં 14માં દિવસે 12 કરોડ રુપિયાની કમાણી કરશે. આ સાથે ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન આશરે 520.06 કરોડ રુપિયા થઈ શકે છે. 'જવાને' સ્થાનિક સ્તરે 13માં દિવસે 14 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે 12માં દિવસે ભારતની તમામ ભાષાઓ સહિત રુપિયા 16.25 કરોડનું કલેક્શન કર્યું હતું. આ દરમિયાન નિર્માતાઓએ મંગળવારે જાહેરાત કરી છે કે, 'જવાને' વૈશ્વિક સ્તરે 12 દિવસે થિયેટ્રિકલ રન પછી 883.68 કરોડની કમાણી કરી છે.

જવાનમાં દીપિકા પાદુકોણ-સંજય દત્તની ભૂમિકા: કિંગ ખાનની ફિલ્મમાં સાઉથના બે સુપરસ્ટાર્સ નયનતારા અને વિજય સેતુપતિ સામેલ છે. જ્યારે દીપિકા પાદુકોણ અને સંજય દત્ત કેમિયોની ભૂમિકામાં જોવા મળે છે. 'જવાન'ની સફળતા સાથે શાહરુખ ખાને ખરેખર સાબિત કરી દીધુ છે કે તે બોલિવુડનો બાદશાહ છે. 'જવાન' બાદ હવે શાહરુખ ખાન રાજકુમારી હીરાનીની ડંકી ફિલ્મમાં જોવા મળશે.

  1. Hiten Kumar New Film Chup : હિતેન કુમારે ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે આગામી નવી ફિલ્મની જાહેરાત કરી છે, પોસ્ટર કર્યું શેર
  2. Shibani Roy Mrs. Universe 2023 : શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર, રાષ્ટ્રીય પૌશાક અમદાવાદના અલદિનાર ફેશને બનાવ્યો
  3. Guthlee Ladoo Trailer Out: અભિનેતા સંજય મિશ્રા અભિનીત 'ગુઠલી લાડુ'નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ
Last Updated : Sep 20, 2023, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details