હૈદરાબાદ: સુપરસ્ટાર શાહરુખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન'ના બોક્સ ઓફિસ પર ધીમી થવાના કોઈ સંકેત દેખાતા નથી. રિલીઝના બીજા રવિવારે 'જવાન' બોક્સ ઓફિસ પર ચમત્કાર બતાવે તેવી શક્યતા છે. એટલી કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ પહેલેથી જ વૈશ્વિક સ્તરે 700 કરોડનો આકડો પાર કરી ચૂકી છે. આ ફિલ્મ ભારતમાં 500 કરોડનો આકડો પાર કરવાની નજીક છે.
જવાન બોક્સ ઓફિસ કલેક્શન દિવસ મુજબ: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ મૂજબ, 'જવાન' ફિલ્મ 11માં દિવસે સ્થાનિક બોક્સ ઓફિસ પર 35 કરોડની કમાણી કરે તેવી શક્યતા છે. 9માં દિવસે ફિલ્મની કમાણીમાં ઘડાટો થયા પછી, શનિવારે 'જવાન' માટે બોક્સ ઓફિસ કલેક્શનમાં 61.83 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. 9માં દિવસે 19.1 કરોડ રુપિયાની કમાણી કરી હતી, જ્યારે 10માં દિવસે 'જવાને' 30.91 કરોડ રુપિયાની કમાણી કરી હતી.
જવાન ફિલ્મની સફળતાની ઉજવણી: 'જવાન'ના નિર્મતાઓએ તાજેતરમાં ફિલ્મની સફળતાને લઈ એક ઈવેન્ટ યોજી હતી. શુક્રવારે 'જવાન'ની ભવ્ય ઉજવણી માટે કિંગ ખાન સાથે દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, એટલી અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર જોડાયા હતા. આ ઈવેન્ટમાં 'જવાન'ની ટીમે શાનદાર પર્ફોર્મન્સ પણ કર્યું હતું. આ દરમિયાનની તસવીર અને વીડિયો કલાકારોએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યો હતો.
શાહરુખ ખાનની ફિલ્મ: તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી 'જવાને' બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના રિપોર્ટ મુજબ, જો 'જવાન' રુપિયા 1,000 કરોડની ક્લબમાં સ્થાન મેળવે છે તો, તે હિન્દી સિનેમા માટે વિરલ ઘટના હશે. કારણ કે, શાહરુખ ખાનની અગાઉની 'પઠાણ' ફિલ્મે વૈશ્વિક સ્તરે 1000 કરોડનો બિઝનેસ કર્યો હતો. ક્રિસમસ દરમિયાન 'ડંકી' રિલીઝ થવાની તૈયારીમાં છે.
- Siima Awards 2023: દુબઈમાં આયોજિત સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ એવોર્ડ 2023 સમાપન, જાણો કોનો રહ્યો દબદબો
- Sunil Grover Pic Shah Rukh: સુનીલ ગ્રોવરે શાહરુખ ખાન સાથે પોસ્ટ કરી અદભૂત તસવીર, હરભજન સિંહે કરી કોમેન્ટ
- Pm Narendra Modi Birthday: Pm નરેન્દ્ર મોદી 73મો જન્મદિવસ, આ બોલિવુડ હસ્તીઓએ શુભેચ્છા પાઠવી