ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Rajinikanth Jailer: રજનીકાંતની ફિલ્મે મચાવ્યું તુફાન, કેરળના CM પિનરાઈ વિજયને પરિવર સાથે 'જેલર' નિહાળી - રજનીકાંત

રજનીકાંતની ફિલ્મ 'જેલર' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ત્યારે કેરળના મુખ્ય પ્રધાન પણ પોતાને રોકી શક્યા નહિં અને પરિવાર સાથે તેઓ થિયેટરમાં 'જેલર' ફિલ્મ જોવા ગયા હતા.

રજનીકાંતની ફિલ્મે માચાવ્યું તુફાન, કેરળના CM પિનરાઈ વિજયને પરિવર સાથે 'જેલર' નિહાળી
રજનીકાંતની ફિલ્મે માચાવ્યું તુફાન, કેરળના CM પિનરાઈ વિજhttp://10.10.50.85:6060/finalout4/gujarat-nle/thumbnail/13-August-2023/19256404_thumbnail_16x9_jkkjk.jpgયને પરિવર સાથે 'જેલર' નિહાળી

By

Published : Aug 13, 2023, 4:56 PM IST

Updated : Aug 13, 2023, 5:43 PM IST

કેરળ: સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર' રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ તારીખ 10 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. 'જેલરે' ઓપનિંગ ડેના દિવસે 50 કોરડની કમાણી કરીને ડંકો વગાડી દીધો હતો. નેલ્સન દિલીપ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર પોતાના અભિનયથી દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યાં છે. મોટા પડદા પર 'જેલર' ફિલ્મને જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યાં છે. આ દરમિયાન કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને પણ 70 મિમી સ્ક્રીન પર 'જેલર' ફિલ્મ પરિવાર સાથે જોઈ હતી.

કેરળના CM પિનરાઈ વિજયને જેલર જોઈ: કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનનો મલ્ટિપ્લેક્સની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં કેરળના CM પિનરાઈ વિજયન કડક સુરક્ષા વચ્ચે તેમના પરિવાર સાથે સુપરસ્ટાર રજનીકાંતની 'જેલર' ફિલ્મ જોવા જઈ રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયો અનુસાર, મુખ્ય પ્રધાને લુલુ મોલના PVR સિનેમા હોલમાં ફિલ્મ જોઈ હતી. જોકે, ETV ભારત આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી. રજનીકાંતની જેલર બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે.

જેલર ફિલ્મે 100 કરોડથી પણ વધુની કમાણી કરી: સેકનિલ્ક રિપોર્ટ્સ અનુસાર, 'જેલર' ભારતમાં બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં કુલ 109.10 કરોડ રુપિયા એકત્ર કરવામાં સફળ રહી હતી. તમિલ ફિલ્મને હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ડબ કરવામાં આવી છે. રજનીકાંતની 'જેલર' ફિલ્મ તારીખ 10 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી અને હાલમાં તે ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. આ ફિલ્મમાં વિનાયચક, તમન્ના ભાટિયા, શિવરાજકુમાર, મોહનલાલ, યોગી બાબુ, સુનીલ અને જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં છે.

  1. Vyjayanthimala Birthday: શું આપ જાણો છો હિન્દી સિનેમાની સૌપ્રથમ મહિલા સુપરસ્ટાર વિશે ?
  2. Chaleya Teaser: શાહરુખ ખાને 'ચલેયા' ગીતનું ટીઝર રિલીઝ કર્યું, જુઓ નયનતારા સાથે Srkની કેમેસ્ટ્રી
  3. Jawan Twitter Case: શાહરુખ ખાનની 'જવાન'ની વીડિયો ક્લિપ ટ્વિટર પર થઈ વાયરલ, પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
Last Updated : Aug 13, 2023, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details