હૈદરાબાદ: સુપરસ્ટાર રજનીકાંત ખરેખર બોક્સ ઓફિસના બાદશાહ છે. 72 વર્ષની ઉંમરે પણ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જેલર' દરરોજ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 6 દિવસ થઈ ગયા છે. ટ્રેડ રિપોર્ટસ અનુસાર, 'જેલર' ભારતમાં 200 કોરડ રુપિયાનો આંકડો વટાવી ચૂકી છે અને હવે વિશ્વભરમાં તેની નજર 400 કરોડ રુપિયા પર છે. આશા છે કે, 'જેલર'નું આ સપનું પણ ટૂંક સમયમાં પુરું થશે.
Jailer Collection Day 6: 'જેલર' બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 6, 200 કરોડનો આંકડો કર્યો પાર - જેલર કુલ બોક્સ ઓફિસ કલેક્શન
સુપરસ્ટાર રજનીકાંતની 'જેલર' ફિલ્મ થિયેટરોમાં જોરદાર ચાલી રહી છે. તારીખ 10 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મે છઠ્ઠા દિવસે ધમાકેદાર કમાણી કરી છે. ભારતીય બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તો ચાલો જાણીએ કે, 'જેલરે' રિલીઝના છઠ્ઠા દિવસે કેટલા કરોડની કમાણી કરી છે.
6 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન: માત્ર છ દિવસમાં 'જેલરે' બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે. ટ્રેડ અનુસાર, આ ફિલ્મ તમિલનાડુમાં મણિરત્નમના 'પોનીયિન સેલ્વન: પાર્ટ 1'ના કેલક્શનને પાછળ છોડવા માટે તૈયાર છે. જો 'જેલર' રકોર્ડ તોડવામાં સફળ થશે તો, રજનીકાંતની આ ફિલ્મ તમિલનાડુમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. લેટેસ્ટ ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, જેલર ભારતમાં 200 કરોડ રુપિયાની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
સ્વતંત્રતા દિવસે ફિલ્મની કમાણીમાં થયો વધારો: સ્વતંત્રતા દિવસ નિમિત્તે છઠ્ઠા દિવસે 'જેલર' ફિલ્મના કલેકશનમાં વધારો જોવા મળ્યો હતો. અંદાજિત અહેવાલો અનુસરા, રજનીકાંતની ફિલ્મે ભારતીય બજારમાં લગભગ 33 કરોડ રુપિયાની કમાણી કરી છે. 81.59 ટકાના ઓક્યુપેન્સી સાથે આ 6 દિવસમાં લગભગ 207.15 કરોડનું કલેક્શન થયું છે. તમિલનાડુ ઉપરાંત જેલર 'કેરળ'માં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ક્ષેત્રમાં 'જેલરે' આશરે 30 કરોડ રુપિયાની કમાણી કરી છે. રજનીકાંત, વિનાયક, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને તમન્ના લીડ રોલમાં છે. આ ફિલ્મમાં શિવ રાજકુમાર, મોહનલાલ અને જોકી શ્રોફ કેમિયો રોલમાં જોવા મળ્યા હતા.