હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને બુધવારે પટિયાલા આઉસ કોર્ટમાંથી મોટી રાહ મળી છે. દિલ્હીની અદાલતે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને કોર્ટની પૂર્વ પરવાનગી વિના વેદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. જેકલીન 200 કરોડ રુપિયા મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. આ કેસમાં સુકેશ ચંદ્રશેખર પણ આરોપી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવેમ્બર 2022માં લાદવામાં આવેલી શરતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમને વિદેશ પ્રવાસ માટે પૂર્વ પરવાનગી લેવાની જરૂર નથી.
જામીનની શરતોમાં ફેરફાર: એડિશનલ સેશન્સ જજ ASJ શૈલેન્દર મલિકે સંજોગોને ધ્યાનમાં લીધા બાદ વિદેશ પ્રવાસની પૂર્વ પરવાનગી લેવાની જામીનની શરતમાં ફેરફાર કરવાની અરજીને મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યું હતું કે, ''હાલના કેસમાં આરોપી/અરજદારે અગાઉ પાંચ વખત વિદેશ પ્રવાસ માટે પૂર્વ પરવાનગી લીધી છે. આરોપીએ ક્યારેય જામીનની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો નથી અને ક્યારેય જામીનના આદેશની કોઈપણ શરતનુ ઉલ્લંઘન કર્યું નથી.''
કોર્ટમાંથી મળી રાહત: ASJ મલિકે તારીખ 10 ઓગસ્ટ 2022ના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, ''હાલના કેસમાં મને એ હકીકકતને ધ્યાનમાં લેતા જાણવા મળે છે કે, આરોપી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી હોવાના કારણે વારંવાર વિદેશ પ્રવાસ જવું પડે છે. અમુક પરિસ્થિતિઓમાં, વ્યવસાયિક તકો મેળવવા માટે, તેમણે ટૂંકી સૂચના આપીને વેદેશ જવું પડે છે.'' કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ''આવી સ્થિતિમાં દેશ છોડતા પહેલા પૂર્વ પરવાનગી લેવાની સ્થિતિ બોજારુપ બની જાય છે. આ ઉપરાંત આજીવિકા ગુમાવવાનું કારણ બની શેક છે.''
કોર્ટે અરજીને આપી મંજૂરી: જેકલીન તરફથી તારીખ 15 નવેમ્બર 2022માં જામીનની શરતોમાં ફેરફાર કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે અરજીને મંજૂરી આપીને જણાવ્યું હતું કે, ''અરજદારે રજાના ઓછોમાં ઓછા ત્રણ દિવસ પહેલા કોર્ટને જાણ કરવી જરુરી છે.'' ચુકાદો આપતા કોર્ટે અરજીને મંજુરી આપીને જણાવ્યું હતું કે, ''જેકલીને તેમની મુસાફરીની વ્યાપક વિગતો જેમ કે, તેના રોકાણનો સમયગાળો અને અન્ય વિગતો, રહેઠાણ અને સંપર્ક નંબર વેગેર પ્રદાન કરવાની જરુર છે.''
- Kartik Aaryan Gadar 2: કાર્તિક આર્યને થિયેટરમાં 'ગદર 2' નિહાળી, અભિનેતાએ આપી જોરદાર પ્રતિક્રિયા
- Darren Kent Died: 'ગેમ ઓફ થ્રોન્સ' ફેમ એક્ટર ડરેન કેન્ટનું અવસાન, 36 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
- Saif Ali Khan Birthday: સૈફ અલી ખાનનો 53મો જન્મદિવસ, સારા ઈબ્રાહિમે કેક સાથે પિતાની મુલાકાત લીધી