ગુયાના:ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આ મેદાન પર બરાબર 4 વર્ષ પહેલા બંન્ને ટીમો સામસામે આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે 18.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતને સતત બીજી T20 ક્રિકેટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બે વિકેટની જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્માની પ્રથમ અડધી સદીના આધારે સાત વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં નિકોલસ પૂરને 40 બોલમાં 67 રન ફટકારીને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો હતો.
નિકોલસ પૂરનની અડધી સદી: વેસ્ટ ઈન્ડિઝે આઠ વિકેટ ગુમાવીને 18.5 ઓવરમાં 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 5 ઓવરના અંતે તેણે 3 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના ડાબા હાથના બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 29 બોલનો સામનો કરીને તોફાની અડધી સદી ફટકારી છે. આ ઇનિંગમાં પુરણે 6 ચોગ્ગા અને 2 આકાશી છગ્ગા ફટકાર્યા છે.
ભારતના સાત વિકેટે 152 રન: વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ભારતીય ટીમને રોમાંચક મેચમાં બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ટીમ ઈન્ડિયા પાંચ મેચોની શ્રેણીમાં 0-2થી આગળ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. હાર્દિકે ત્રણ અને ચહલે બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે નિકોલસ પૂરને 67 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. અકીલ હુસૈન, રોમારિયો શેફર્ડ અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.