મુંબઈ: યસ આઇલેન્ડ, અબુ ધાબી ખાતે યોજાયેલ IIFA એવોર્ડ્સ 2022નું (IIFA Awards 2022) સમાપન થયું. 2 જૂનથી શરૂ થયેલા એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સની ભીડ જોવા મળી હતી. આઈફા એવોર્ડ 2022માં આ વર્ષનો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો (best actor award) એવોર્ડ વિકી કૌશલને મળ્યો, તેણે આ એવોર્ડ ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ' માટે જીત્યો અને શ્રેષ્ઠ અભિનેત્રીનો (best actress award) એવોર્ડ કૃતિ સેનનને મળ્યો.
આ પણ વાંચો:IIFA 2022માં Yo Yo હની સિંહે AR રહેમાનના ચરણોમાં કર્યું નમન
રાતા લંબિયા ગીતને મળ્યા એવોર્ડ: અભિનેત્રીને આ એવોર્ડ તેની ફિલ્મ મીમી માટે આપવામાં આવ્યો છે. આઈફા એવોર્ડ્સ એ એક ખાસ શો છે, જેમાં ચાહકોના વૈશ્વિક મતોના આધારે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર, દિગ્દર્શક વગેરેને એવોર્ડ આપવામાં આવે છે. અહીં શોમાં એવોર્ડ જીતનાર વિજેતાઓની યાદીમાં, શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફીમેલ અસીસ કૌરને શેરશાહ ફિલ્મના ગીત રાતા લંબિયા માટે એવોર્ડ મળ્યો. આ ઉપરાંત જુબીન નૌટીયાલે શેરશાહ (Shershaah) ફિલ્મના ગીત રાતા લંબિયા માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરૂષનો એવોર્ડ જીત્યો હતો. નૌટિયાલે આ એવોર્ડ તેના માતા-પિતાને સમર્પિત કર્યો હતો. કૌસર મુનીરને બેસ્ટ લિરિક્સનો એવોર્ડ મળ્યો હતો.
આ પણ વાંચો:
આ ઉપરાંત નીચેની કેટેગરીમાં પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
- બેસ્ટ ડેબ્યુ મેલ - અહાન શેટ્ટી ('તડપ')
- બેસ્ટ ડેબ્યુ ફિમેલ - શર્વરી વાળા (બંટી ઔર બબલી 2)
- બેસ્ટ સ્ટોરી એડેપ્ટેડ - ફિલ્મ '83'
- બેસ્ટ સ્ટોરી ઓરિજિનલ - અનુરાગ બાસુની ફિલ્મ 'લુડો'
- સપોર્ટિંગ રોલમાં બેસ્ટ પર્ફોર્મન્સ પુરુષ (પુરુષ) - અભિનેતા પંકજ ત્રિપાઠી (ફિલ્મ 'લુડો')
- તેજસ્વી દિગ્દર્શન - વિષ્ણુવર્ધન (ફિલ્મ શેરશાહ)