હૈદરાબાદઃશાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ'ના પહેલા અને વિવાદાસ્પદ ગીત 'બેશરમ રંગ' (besharam rang) ને લઈને હોબાળો થયો છે. આ ગીતનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તેમાં દીપિકા પાદુકોણે કેસરી રંગના કપડાં પહેર્યા છે. જેના કારણે હિન્દુ મહાસભાના લોકો રોષે ભરાયા છે. હવે આ જૂથ કહે છે કે કાં તો ગીતો એડિટ કરો નહીંતર અમે ફિલ્મને રિલીઝ થવા દઈશું નહીં. હવે આવા ગંભીર વિવાદ વચ્ચે પ્રખ્યાત TV અભિનેત્રી હિના ખાને આ ગીત પર રીલ બનાવી છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી (Hina Khan Dance video) છે.
હિના ખાને બતાવી બેશરમ રંગ:ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી હિના ખાને તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના 'પઠાણ'ના ક્રેઝી ગીત 'બેશરમ રંગ' પર જોરદાર ડાન્સ કરી રહી છે. હિનાએ બ્લેક હાઈ હીલ્સ પર ગોલ્ડન ડ્રેસ પહેર્યો છે. હિના ખાને આ વીડિયો શેર કર્યો અને લખ્યું, આ ગીત સારું છે, તેથી તેના પર ડાન્સ કરવો જરૂરી બની ગયો.