ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Priyanka Chopra: પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર આ સેલેબ્સે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીની ઝલક શેર કરી - પ્રિયંકા ચોપરા બર્થ ડે

પ્રિયંકા ચોપરા તારીખ 18 જુલાઈના રોજ 41મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અભિનેત્રીની માતા ડૉ. મધુ અને કરીનાથી લઈને ધક ધક ગર્લ માધુરી દીક્ષિત સુધી અભિનેત્રીઓએ પ્રિયંકા ચોપરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર પ્રિયંકા ચોપરાની સુંદર તસવીર પણ શેર કરી છે.

પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર આ સેલેબ્સે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીની ઝલક શેર કરી
પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર આ સેલેબ્સે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીની ઝલક શેર કરી

By

Published : Jul 18, 2023, 5:39 PM IST

મુંભઈ: પ્રિયંકા ચોપરા મંગલવારે 41 વર્ષની થઈ ગઈ છે. પ્રિયંકા ચોપરાના માતા ડૉ. મધુ ચોપરા અને બોલિવુડની અભિનેત્રી કરીને કપૂર અને અનુષ્કા શર્મા સહિત ઘણી અભિનેત્રીઓએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જન્મદિવસની ઝલક શેર કરી છે. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો પુરસ્કાર મેળવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પ્રતિષ્ઠા મેળવી છે. એટલું જ નહિં પરંતુ બોલિવુડમાં કામ કર્યા બાદ હોલિવુડમાં પણ કામ કરી રહી છે. આજે આ અભિનેત્રી દુનિયાભરમાં ફેમસ થઈ ગઈ છે.

કરીના કપૂર

કરીનાએ પાઠવી શુભેચ્છા: કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક સાથે તેમની જુની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને તેમણે લખ્યું છે કે, 'હૈપ્પી બર્થ ડે પીસી દુનિયા પર રાજ કરતા રહો. તેમને ઘણો પ્રેમ.'

અનુષ્કા શર્મા

અનુષ્કાએ પાઠવી શુભેચ્છા: અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પ્રિયંકા ચોપરાની એક ગ્લેમરસ ઝલક શેર કરી છે. આ તસવીર શેર કરીને લખ્યું છે કે, 'હું તેમને હંમેશા પ્રેમ અને પ્રકાશની ઈચ્છા કરું છું'.

ડૉ. મધુ ચોપરા

મધુએ પાઠવી શુભેચ્છા: પ્રિયંકા ચોપરાની માતા ડૉ. મધુ ચોપરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક તસવીરની ઝલક શેર કરી છે. 'હેપ્પી બર્થ ડે પ્રી'. તેમણે તસવીરવાળો વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું છે કે, 'બોલ્ડ અને ગોર્જિયસ દિકરી પ્રિયંકા ચોપરાને જન્મદિવસની શુભકામના.' વીડિયોમાં તેમના એક ઈન્ટરવ્યુનો એક અંશ દેખાડવામાં આવ્યો છે, જેમાં પ્રિયંકા ચોપરા લેગસીના વિશે વાત કરતી જોવા મળે છે. તે કહે છે કે, 'સારી છોકરી ઈતિહાસ બનાવતી નથી, બોલ્ડ છોકરી ઈતિહાસ બનાવે છે.'

માધુરી દીક્ષિત

માધુરીએ પાઠવી શુભેચ્છા: બોલીવુુડની એક સુંદર અભિનેત્રી અને ધક ધક ગર્લના નામથી ફેમસ માધુરી દીક્ષિતે પણ પ્રિયંકા ચોપરાને બર્થ ડે વિશ કર્યું છે. તેમણે પ્રિયંકાની એક ગોર્જિયસ તસવીરની ઝલક શેર કરી છે. આ સાથે તેમણે લખ્યુ છે કે, 'હેપ્પી બર્થ ડે અમારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા. મને આશા છે કે તમે તે બધુ મેળવી લેશે જે તમે મેળવવા માંગે છે. તમારા આ માર્ગ માટે ઘણી ખુશી મોકલી રહી છું.'

પ્રિયંકા ચોપરાનો વર્કફ્રન્ટ:બોલિવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, તેઓ હાલમાં જ રિજર્ડ મૈડનની સાથે 'સિટાડેલ'માં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મનું નામ છે 'હેડ્સ ઓફ સ્ટેટ' છે. આ ફિલ્મમાં તેમના સહ અભિનેતા જોન સીના અને હદરીસ એલ્બા છે. આ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

  1. Omg 2 First Song: 'ઊંચી ઊંચી વાડી' સાંભળ્યુ તમે, Omg2 ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ
  2. Box Office India: 'mi 7' ભારતમાં તુફાન મચાવી રહી છે, જાણો ફિલ્મની કમાણી
  3. Rajesh Khanna: રાજેશ ખન્નાની પુણ્યતિથિ પર અંજુ મહેન્દ્રૂએ યાદ કર્યા, ટ્વિટર પર તસવીર શેર કરી

ABOUT THE AUTHOR

...view details