હૈદરાબાદ ગુજરાતી ફિલ્મ જગતમાંથી વધુ એક દુખદ સમાચાર (Happy Bhavsara Death) સામે આવી રહ્યા છે પોતાની એક્ટિંગથી લોકોને મંત્રમુગ્ધ કરતા અભિનેત્રી હેપ્પી ભાવસારનું આજે નિધન થયું (Happy Bhavsar passed away) છે જેના સમાચાર rj દેવકીએ તેના ઈનસ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. આ અભિનેત્રીના મુખ પર હંમેશા સ્મિત પ્રસરેલુ રહેતું જોવા મળતુ હતું.
આ પણ વાંચોVikram Vedha Teaser OUT, ઋતિક રોશન અને સૈફ અલી ખાન જોરદાર એક્શન
હેપ્પી ભાવસાર, ગુજરાતી સિરીયલ્સ, નાટકોના ચાહકો માટે આ નામ અજાણ્યું નથી. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય થયેલા હેપ્પી ભાવસાર હાલ ગુજરાતી ફિલ્મો કરી રહ્યા હતા હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમણે સ્કૂલનો અભ્યાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી કર્યો હતો
હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત પણ એચ. કે. આર્ટ્સ કોલેજથી જ કરી. તે સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા, હેપ્પી ભાવસારે તેમની સાથે નાટકો કરવાની શરૂઆત કરી હતી. હેપ્પી ભાવસારને ગ્રેજ્યુએશન દરમિયાન જ 'મહાત્મા બોમ્બ' નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ગ્રેજ્યુએશન બાદ હેપ્પી ભાવસાર ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલ અને ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક્સની ડિગ્રી મેળવી હતી
આ પણ વાંચોસોનાલી ફોગટનો આ છેલ્લો વીડિયો તમે નહી જોયો હોય
હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ શ્યામલીથી કર્યો. 'શ્યામલી' લવ ટ્રાયેંગલ બેઝ્ડ હતી, જો કે તેમાં હેપ્પીનું પાત્ર 'લજ્જા' ઘર ઘરમાં જાણીતું બન્યું હતુ. શ્યામલી બાદ હેપ્પી મારા સાજણજી, મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલ્સ કરી ચૂક્યા છે. તો રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક 'પ્રિત પિયુને પાનેતર'ના 500થી વધુ શો કર્યા હતા આ ઉપરાંત તેઓ રામમોરીની નવલકથી મ્હોતુંની શોર્ટ ફિલ્મમાં ખુબજ સરસ અભિનય કર્યો હતો. આ પાત્ર લોકોને ભાવુક કરી દે છે.