ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Pulwama Attack Grey Wars: પુલવામા એટેક પર બનશે વેબ સિરીઝ 'ગ્રે વોર્સ' - ગ્રે વોર્સ પુલવામા એટેક વેબ સિરીઝ

પુલવામા એટેક પર એક શાનદાર વેબ સિરીઝ બનવા જઈ રહી છે. આ સીરિઝનું નામ છે 'ગ્રે વોર્સ' રાખવામાં આવ્યું છે. દેશમાં થયેલા આંતકવાદી હુમાલ ઉપર 'ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક' જેવી અન્ય ઘણી ફિલ્મ બનાવવામાં આવી છે. હવે દેશવાસીઓ સમક્ષ આવી રહી છે આ વેબ સિરીઝ 'ગ્રે વોર્સ'. આ ફિલ્મમાં કયા કલાકારો મુખ્ય ભૂમિકા ભજવશે જાણો અહિં વિગતવાર.

પુલવામા હુમલા પર બનશે વેબ સિરીઝ 'ગ્રે વોર્સ', આ 2 કલાકારો કરશે પર્દાફાશ
પુલવામા હુમલા પર બનશે વેબ સિરીઝ 'ગ્રે વોર્સ', આ 2 કલાકારો કરશે પર્દાફાશ

By

Published : May 12, 2023, 4:00 PM IST

Updated : May 12, 2023, 5:15 PM IST

મુંબઈ:વર્ષ 2019માં પુલવામા હુમલામાં દેશે ઘણા શહીદો ગુમાવ્યા હતા. પાકિસ્તાનના આ નાપાક હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદતથી દેશની આંખો ભીની થઈ ગઈ હતી. આ ભયાનક દ્રશ્યને યાદ કરીને આજે દેશવાસીઓની આંખો રડી પડે છે. હવે આ ભયાનક સ્ટોરી પર એક વેબ સિરીઝ તૈયાર કરીને દેશવાસીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ફિલ્મ કલાકાર: દેશમાં ઘણા આતંકવાદી હુમલા થયા છે. લગભગ દરેક આતંકવાદી હુમલાને બોલિવૂડ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે અને ફિલ્મ બનાવીને આ હુમલાઓની વાસ્તવિકતા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. હવે આ એપિસોડમાં પુલવામા હુમલા પર એક વેબ સિરીઝ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સીરીઝનું નામ 'ગ્રે વોર્સ' રાખવામાં આવ્યું છે. આ સિરીઝમાં બોલિવૂડના બે શાનદાર કલાકારો આશુતોષ રાણા અને જીમી શેરગિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સિરીઝનું કામ ચાલુ: જિમ્મીએ ઘણી વેબ સિરીઝમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. સ્ફિયર ઓરિજિન્સ પ્રોડક્શન આ સિરીઝનું નિર્માણ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સિરીઝ પર કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. મેકર્સ દ્વારા આ અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ સિરીઝનો પ્લોટ તૈયાર થઈ રહ્યો છે અને પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:

Chatrpati Promotion: 'છત્રપતિ' પ્રમોશન માટે કલાકાર પહોંચ્યા અમદાવાદ, ફિલ્મ 12 મેના રોજ ભારતમાં રિલીઝ

Raveena Tandon: રવીના ટંડને પ્રિન્ટેડ આઉટફિટમાં ચાહકોને મંત્રમુગ્ધ કર્યા, જુઓ નવી તસવીર

Parineeeti Chopra Engagement: પરિણીતી ચોપરાનું ઘર લાઈટથી સજ્જ, 13 મેના રોજ થશે સગાઈ

પુલવામા એટેક: આ સિરીઝ ક્યારે ફ્લોર પર આવશે તે અંગે કંઈ કહી શકાય નહીં. તારીખ 14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકીઓએ CRPFના કાફલા પર બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં દેશના ઘણા જવાનો શહીદ થયા હતા. આ હુમલાને 4 વર્ષ થઈ ગયા છે. તાજેતરમાં એક દિગ્ગજ રાજકીય નેતાએ આ હુમલાને લઈને ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ રાજકારણીએ આ હુમલા માટે વર્તમાન સરકારને જવાબદાર ઠેરવી હતી. આ વેબ સિરીઝ 'ગ્રે વોર્સ'નું નિર્દેશન કોણ કરશે તે જાણવાનું હજુ સુધી બાકી છે.

Last Updated : May 12, 2023, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details