મુંબઈ: અમિતાભ બચ્ચન બાદ અનિલ કપૂરે પોતાના વ્યક્તિત્વના અધિકારોના ઉલ્લંઘનને રોકવા માટે દિલ્હી હાઈકોર્ટ પાસે રક્ષણની માંગ કરી છે, જે બાદ હાઈકોર્ટે તેમને આ મામલે રાહત આપી છે. હાઈકોર્ટે અભિનેતાના નામ, અવાજ, હસ્તાક્ષર અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવા પર કોઈ પણ વ્યક્તિ પર પ્રતિબંધ મૂક્યો છે.
અનિલ કપૂરે દિલ્હી હાઈકોર્ટ પાસે રક્ષણની માંગ કરી: દિલ્હી હાઈકોર્ટે બુધવારે તારીખ 20 સપ્ટેમ્બરે એક વચગાળાનો જ્હોન ડૉ. આદેશ પસાર કર્યો હતો, જેમાં સોશિયલ મીડિયા ચેનલો, ઈ-કોમર્સ વેબસાઈડ અને સામાન્ય જનતાને અનિલ કપૂરના વ્યક્તિત્વ અને પ્રમોશનના અધિકારોનું ઉલ્લંઘન કરવા પર રોક લગાવી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે, અનિલ કપૂરના નામ, અવાજ, છબી અથવા સંવાદનો વ્યવસાયિક હેતુઓ માટે ગેરકાયદેસર ઉપયોગ કરવાની મંજૂરી આપી શકયા નહીં.
દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો નિર્ણય: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ કપૂરે પોતાની તસવીર, તેના ડાયલોગ્સ અને નામ રિંગટોન તરીકે તેમનો અવાજ, ઝક્કાસ શબ્દ સાથેની તસવીરો, તેમની તસવીરો સાથે ફેસ માસ્ક અને પરવાનગી વગર અન્ય વસ્તુઓનો ગેરકાદેસર ઉપયોગ કરવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જે બાદ કોર્ટે પરવાનગી વગર તેમનો અવાજ, તસવીર, નામ, સંવાદોનો ઉપોયગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
અનિલ કપૂરનો આગામી પ્રોજેક્ટ: અનિલ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે તેમની આગામી ફિલ્મ 'ફાઈટર'ની તૈયારી કરી રહ્યો છે. જે વર્ષ 2024ના ગણતંત્ર દિવસ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે અનિલ 'થેન્ક યુ ફોર કમિંગ'માં પણ જોવા મળશે. જેમાં ભૂમિ પેડનેકર, શેહનાઝ ગિલ, ડોલી સિંહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
- Rag Neeti Wedding: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્નની ભવ્ય તૈયારી શરુ, જાણો લગ્નની તારીખ સ્થળ વિશે
- Anr 100th Birth Anniversary: નાગાર્જુનના સ્ટાર પિતા Anrની 100મી જન્મજયંતિ પર પ્રતિમાનું અનાવરણ કર્યું, આ સ્ટાર્સે આપી હાજરી
- Shah Rukh Khan Video: નીતા અંબાણીએ ઈવેન્ટમાં શાહરુખ ખાનને ઉષ્માભર્યું આલિંગન આપ્યું, જુઓ વીડિયો