હૈદરાબાદ:ફિલ્મ નિર્માતા અનિલ શર્માની 'ગદર 2' બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા અભિનીત ફિલ્મ છે. 'ગદર 2' એ અમિત રાયની ફિલ્મ 'OMG 2' સાથે બોક્સ ઓફિસ પર તારીખ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં હિટ થઈ હતી. 'OMG 2' અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ છે. 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર શરુઆતથી જ સારી કમાણી કરી હતી, જ્યારે 'OMG 2'નું પ્રદર્શન શરુઆતથી જ નબળું રહ્યું છે. 23માં દિવસ સુધીમાં સની દેઓલની ફિલ્મ 500 કરોડનો માઈલસ્ટોન પાર કરવા માટે તૈયાર છે, જ્યારે 'OMG 2' 140 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી છે.
Gadar 2 vs OMG 2: 'ગદર 2' 500 કરોડનો આંકડો કરશે પાર, 'OMG 2' 150 કરોડની નજીક - સની દેઓલ
સની દેઓલની 'ગદર 2' અને અક્ષય કુમારની 'OMG 2' એ તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. બોક્સ પર સ્પર્ધા હોવા છતાં, બંને ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. 'ગદર 2' હવે રુપિયા 500 કરોડનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે, જ્યારે OMG 2ની નજર 150 કરોડ પર ટકી છે.
Published : Sep 2, 2023, 5:31 PM IST
ગદર 2 દિવસ મુજબ બોક્સ ઓફિસ: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'ગદર 2' એ ભારતીય બોક્સ ઓફિસ પર 40.1 કરોડની જંગી કમાણી કરી હતી. રિલીઝના સાતમાં દિવસ સુધી સારી કમાણી કરી હતી. ત્યાર બાદ ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. 'ગદર 2'એ 14માં દિવસે 8.4 કરોડની કમાણી કરી હતી. સની દેઓલની ફિલ્મે બોક્સ ઓફિસ પર 23માં દિવસે 7 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પ્રારંભિક અંદાજ મુજબ બોક્સ ઓફિસ કલેક્શન 494.65 કરોડ રુપિયા થઈ ગયું છે. સપ્તાહના અંત સુધીમાં તે 500 કરોડનો આંકડો પાર કરશે.
OMG 2 દિવસ મુજબ બોક્સ ઓફિસ: ઈન્ડસ્ટ્રી ટ્રેકકર સેકનિલ્કના અહેવાલ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' એ પ્રથમ દિવસે 10.26 કરોડરુ રુપિયાની કમાણી કરી હતી. પ્રથમ સપ્તાહના અંતે 85.05 કરોડનું કલેકશ કર્યું હતું. બીજા સપ્તાહમાં બોકસ ઓફિસ પર 41.37 કરોડની રુપિયાની કમાણી કરી હતી. ત્રીજા સપ્તાહમાં 15.4 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે 22માં દિવસે 1.1 કરોડ રુપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ (પ્રારંભિક અદાજ) 23માં દિવસે 1.5 કરોડની કમાણી કરે તેવી શક્યતા છે અને આ સાથે કુલ 144.42 કરોડ રુપિયાનનું કલેક્શન થઈ જશે.