હૈદરાબાદ: સની દેઓલની ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. 300 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. હવે અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મની નજર 400 કરોડ પર ટકી છે. બોલિવુડમાં આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પઠાણ પછી, 'ગદર 2' બીજા નંબર પર આવી ગઈ છે. બીજી બાજુ અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' પણ બોક્સ ઓફિસ પર 100 કરોડના ક્લબમાં પ્રવેશી ચૂકી છે.
ગદર 2ની બોક્સ ઓફિસ પર કમાણી:સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2'ના બોક્સ ઓફિસ કલેક્શન પર એક નજર કરીએ. તરણ આદર્શના અહેવાલ અનુસાર, શુક્રવારે 20.50 કોરડ, શનિવારે 31.07 કરોડ અને રવિવારે 10માં દિવસે 38.90 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ ફિલ્મનું કુલ કલેક્શન 375.10 કરોડ રુપિયા થઈ ગયું છે. 'ગદર 2'ની સ્ટાર કાસ્ટ બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતાને લઈને ખુબ જ ઉત્સાહિત છે.
OMG 2ની બોક્સ ઓફિસ પર કમાણી:બીજી બાજુ અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'ની વાત કરીએ તો, બોક્સ ઓફિસ પર કામાણી કરવાની ગતિ શરુઆતથી જ ધીમી રહી છે. આ ફિલ્મે શુક્રવારે 6.03 કરોડ, શનિવારે 10.53 કરોડ અને રવિવારે 12.06 કરોડ રુપિયાની કમાણી કરી છે. આમ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મનું કુલ કેલક્શન 113.67 કરોડ રુપિયા થઈ ગયું છે.
બોક્સ ઓફિસ પર 4 ફિલ્મોની ટક્કર: તારીખ 11 ઓગસ્ટના રોજ વૈશ્વિક સ્તરે રિલીઝ થયેલી ફિલ્મ 'OMG 2' અને 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર પકડ જમાવી રાખી છે. 'OMG 2' અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ છે. જ્યારે 'ગદર 2' એ સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા દ્વારા અભિનીત ફિલ્મ છે. હવે તારીખ 18 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી અભિષેક બચ્ચનની ફિલ્મ 'ઘૂમર' પણ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. આ ઉપરાંત રજનીકાંતની ફિલ્મ 'જેલર' પણ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ફેલાવી રહી છે. હવે એ જોવાનું રહેશે કે, કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર જીત મેળવશે.
- Sunny Deol Bob Loan: સની દેઓલને 56 કરોડ રુપિયા કર્જ વસૂલની નોટિસ, જુહૂ સ્થિત પ્રોપર્ટીની થઈ શકે છે હરાજી
- Dream Girl 2 Jeetendra: 81 વર્ષીય જિતેન્દ્રનો રોમેન્ટિક અંદાજ, કોલ પર કહ્યું 'હેલ્લો પૂજા'
- Sunny Deol Loan Controversy: બેન્ક ઓફ બરોડાએ સની દેઓલના બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી, જાણો કારણ