મુંબઈ:28 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી 'ફુકરે 3'એ ભારતીય બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી અને ભારતીય બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. 'ફુકરે 3'માં પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, મનજોત સિંહ, પંકજ ત્રિપાઠી અને રિચા ચઢ્ઢા મુખ્ય ભૂમિકામાં છે. મૃગદીપ સિંહ લાંબા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે પહેલા દિવસે 8.50 કરોડની કમાણી કરી હતી.
'ફુકરે 3' કુલ બોક્સ ઓફિસ કલેક્શન: 'Fukrey 3' એ તેના પ્રથમ 7 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને ભારતમાં અંદાજે રુપિયા 63 કરોડની કમાણી કરી હતી. આઠમા દિવસની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 3.74 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ સાથે ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 66.74 કરોડ રૂપિયા થઈ જશે.
જાણો 'ધ વેક્સીન વોર' કલેક્શન: 'ફુકરે 3'ની સાથે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ વેક્સીન વોર' બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ઘણી ધીમી છે. 'ધ વેક્સીન વોર' તેના પ્રથમ 7 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને ભારતમાં અંદાજે રુપિયા 8.12 કરોડની કમાણી કરી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 8માં દિવસે 0.47 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 8.59 કરોડ થઈ જશે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને અભિષેક અગ્રવાલ આર્ટસ અને આઈ એમ બુદ્ધ દ્વારા નિર્મિત છે. વેક્સીન વોરમાં નાના પાટેકર, પલ્લવી જોશી, રાયમા સેન, સપ્તમી ગૌડા અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં છે.
'ચંદ્રમુખી 2'નું કલેક્શન: કંગના અને રાઘવ લોરેન્સ સ્ટારર ફિલ્મ 'ચંદ્રમુખી 2' એ તેના પ્રથમ 7 દિવસમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો અને ભારતમાં અંદાજે રુપિયા 33.02 કરોડની કમાણી કરી હતી. 'ચંદ્રમુખી 2' આઠમા દિવસે 1.84 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જે પછી ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 34.86 કરોડ રૂપિયા થઈ જશે.ચંદ્રમુખી 2 સ્ટાર્સ કંગના રનૌત, રાઘવેન્દ્ર લોરેન્સ, વાડીવેલુ, લક્ષ્મી મેનન, મહિમા નામ્બિયાર અને રાધિકા સરથકુમાર મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો:
- ED Summons to Ranbir Kapoor: ઓનલાઈન ગેમિંગ કેસમાં EDએ રણબીર કપૂરને મોકલ્યું સમન્સ, આ દિવસે થશે પૂછપરછ
- 12th Fail Trailer Out: વિક્રાંત મેસીની '12મી ફેલ'નું પાવરફુલ ટ્રેલર રિલીઝ, ફિલ્મ UPSC પરીક્ષા પર આધારિત છે