મુંબઈ: અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ દ્રશ્યમ 2ના નિર્દેશકે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. અભિષેક પાઠક અને શિવાલિકા ઓબેરોયના લગ્ન તારીખ 9 ફેબ્રુઆરી 2023ના રોજ ગોવામાં થયા હતા. આ લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ નવપરણિત કપલના લગ્નમાં ફિલ્મ જગતના સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અભિષેક અને શિવાલિકાની પ્રથમ મલાકાત અને અન્ય તેમની સાથે જોડાયેલી ખાસ સ્ટોરી વિશે જાણીએ.
આ પણ વાંચો:Siddharth Kiara wedding video: સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો વીડિયો આવ્યો સામે, જુઓ અહિં
દૃષ્ટિમ 2 ના ડિરેક્ટરના લગ્ન: સુપરહિટ ફિલ્મ 'દ્રશ્યમ 2'ના ડિરેક્ટર અભિષેક પાઠકે પોતાના સપનાની રાણી અને બોલિવૂડ એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોય સાથે લગ્ન કર્યા છે. ગોવામાં આ દંપતીએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. હવે આ કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ નવવિવાહિત કપલ વેડિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને આ લગ્નની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ કપલ લગ્નના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે, જેને બોલિવૂડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું છે.
દ્રશ્યમ-2ના ડાયરેક્ટરની દુલ્હન:શિવાલિકા તેજસ્વી લાલ વેડિંગ ડ્રેસમાં દુલ્હનની જેમ દેખાઈ રહી છે, જ્યારે અભિષેક બ્રાઈટ ક્રીમ રંગની શેરવાનીમાં સજ્જ છે. આ લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો, જેમાં અજય દેવગન, કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, વિદ્યુત જામવાલ, સની સિંહ, ભૂષણ કુમાર, ડાયરેક્ટર લવ રંજન, ઈશિતા રાજ શર્મા અને ઘણી સેલિબ્રિટીના નામ સામેલ હતા. આ પહેલા અભિષેક પાઠકે પત્ની શિવાલિકા ઓબેરોય સાથે તુર્કીમાં ખૂબ જ રોમેન્ટિક રીતે સગાઈ કરી હતી. અભિષેકે શિવાલિકાને તુર્કીમાં લગ્ન માટે સુંદર રીતે પ્રપોઝ પણ કર્યું હતું.