મુંબઈ:શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની ખુબ સરાહના થઈ રહી છે. શાહરૂખ ખાનના ચાહકોથી લઈને દિગ્ગજ સ્ટાર્સ પણ આ ફિલ્મની પ્રશંસા કરી રહ્યાં છે. ત્યારે હવે ડો. કાફીલ ખાન જેમનું નામ 2017માં ગોરખપુર ઈન્સેફેલાઈટિસ થી થયેલા મૃત્યું મામલે પ્રકાશમાં આવ્યું હતું. તેમણે પણ શાહરૂખ ખાનની ફિલ્મની પ્રશંસા કરી છે, કાફીલ ખાને પત્ર લખીને કિંગ ખાનને પોસ્ટ કર્યો હતો, અને હવે તેમણે સોશિયલ મીડિયા પર પણ પોતાનો આ પત્ર શેર કર્યો છે.
ડો. કાફીલ ખાનનો દાવો: ડો. કાફીલ ખાને દાવો કર્યો છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાં તેમની કહાની દર્શાવવામાં આવી છે. પોતાના એક્સ એકાઉન્ટ પર બે પેઈજનો લેટર પોસ્ટ કરીને કાફીલ ખાને લખ્યું છે કે 'કમનશીબે હું આપનું ઈમેઈલ એડ્રેસ મેળવી શક્યો નહીં' માટે મે પત્ર પોસ્ટ દ્વારા મોકલ્યો હતો. પરંતુ ઘણા દિવસો થયાં છતાં તે આપ સુધી પહોંચી શક્યો ન હોવાનું જણાતા અહીં પોસ્ટ કરી રહ્યો છું. મહત્વપૂર્ણ છે કે, આ પત્રમાં કાફીલ ખાને સામાજિક-રાજકીય મુદ્દાઓ ઉઠાવવા માટે શાહરૂખ ખાનનો આભાર વ્યક્ત કર્યો છે.
કાફીલ ખાને કરી શાહરૂખ ખાનની પ્રશંસા: કાફીલ ખાને લખ્યું હતું 'મને હાલમાં જ આપની ફિલ્મ 'જવાન' જોવાની તક મળી અને આ ફિલ્મમાં મુખ્યત્વે રાજકીય-સામાજિક મુદ્દાઓ દર્શાવવા માટે ફિલ્મનો ઉપયોગ કરવાની આપની એકસ્ટ્રા ઓર્ડિનેરી કમિટમેન્ટ જોઈ આપની પ્રશંસા કરવા માટે મજબૂર થઈ ગયો' કાફીલે આગળ કહ્યું કે, ફિલ્મમાં ગોરખપુર ઈન્સેફેલાઈટિસ ઘટનાને જે રીતે વર્ણવામાં આવી છે, તેણે તેમના દિલ પર અમિટ છાપ છોડી છે.
નોકરી માટે સંઘર્ષ કરી રહ્યાં છે કાફીલ: કાફીલ ખાને આગળ સાન્યા મલ્હોત્રાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ડો.ઈરમ ખાનની ભૂમિકામાં ભલે તેમણે સીધી રીતે તેમનું પાત્ર ન ભજવ્યું હોય, પરંતુ તે એક્સપીરિયન્સને બતાવ્યો છે જે ખુદ તેમણે અનુભવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભલે ગોરખપુર હોસ્પિટલ ઘટનાના અસલી અપરાધીઓને પકડી લેવામાં આવ્યાં હોય પરંતુ, તેઓ હજી પણ પોતાની નોકરી પરત મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
આ પણ વાંચો
- Alia Bhatt 80M : ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટનો નવો કિર્તીમાન, ખુશીથી ઝૂમી ઉઠી 'ગંગુબાઈ'
- Tiger 3 trailer : સલમાન ખાન કેટરિના કૈફ અભિનિત ટાઈગર 3ના ટ્રેલર રિલીઝને લઇને બહાર આવી મોટી વાત