હૈદરાબાદ: દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કાશીનાથુની વિશ્વનાથનું 92 વર્ષે અવસાન થયું છે. એવું કહેવામાં આવે છે કે, કે. વિશ્વનાથ વય સંબંધિત બિમારીથી પીડિત હતા. આ બિમારીના કારણે તેઓની વધુ હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમને જ્યુબિલી હિલ્સની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. આ હોસ્પિટલના ડૉક્ટરોએ પુષ્ટી કરી હતી કે, તે પહેલાથી જ મૃત્યુ પામ્યાં હતાં. વિશ્વનાથને વર્ષ 2017માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો:Movies And Web Series On Ott : જાણો ફેબ્રુઆરીમાં Ott પર રિલીઝ થનારી આ ફિલ્મ અને વેબ સિરીઝ વિશે
વિશ્વનાથની કારકિર્દી: વિશ્વનાથનું પૈતૃક ઘર બાપતલાના રાયપલ્લે જિલ્લાના પેડા પુલિવારુ ગામમાં છે. વિશ્વનાથનો જન્મ તારીખ 19 ફેબ્રુઆરી 1930ના રોજ કાસીનાધુની સુબ્રમણ્યમ અને સારસ્વથમ્માને ત્યાં થયો હતો. તેમણે તેઓએ ગુંટુર હિંદુ કોલેજમાંતી ઈન્ટરમીડિયેટ કર્યું હતું. આ ઉપરાંત આંધ્ર ક્રિશ્ચિયન કોલેજમાંથી B.SC પુર્ણ કર્યું હતું. તેઓના પિતા ચેન્નઈના વિજયવાહિની સ્ટુડિયોમાં કામ કરતા હતા. તેમણે ડિગ્રી પુરી કરી લીધા પછી, સ્ટુડિયોમાં સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે તેમની ફિલ્મની શરુઆત કરી હતી. એટલું જ નહિં પરંતુ તેમની કારકિર્દીની શરુઆત પણ અહિંથી જ થઈ હતી. પહેલી વાર તેઓએ ફિલ્મ પાતાલભૈરવી માટે સહાયક રેકોર્ડિસ્ટ તરીકેની કામગીરી કરી હતી.