મુંબઈ: હાલ વેલેન્ટાઈ ડે આવી રહ્યો છે, ત્યારે પ્રેમિઓ માટે આવી રહ્યાં છે ખૂશીના સમાચાર. શાહરુખ ખાને પઠાણ ફિલ્મ રિલીઝ કરીને ચાહકોને ખૂશ કરી દીધા હતા. હાલ 'પઠાણ' કરોડોનું કલેક્શન કરીને પણ હજ સુધી થિયટરોમાં પઠાણનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે હાલમાં જ PM મોદીએ 'પઠાણ' ફિલ્મના સંસદમાં વખાણ કર્યા હતા, ત્યારે શાહરુખના ચાહકો ખૂશ થઈ વીડિયોને લાઈક કરી રહ્યાં છે. આ સાથે હવે ખૂશીમાં બીજી ખૂશી મળવા જઈ રહી છે અને તે છે, વેલેન્ટાઈન ડેના અવસર પર 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' રિલીઝ થઈ રહી છે. તો ચાલો જાણીએ આ ફિલ્મની ખાસ વાતો અને તેની રિલીઝ ડેટ.
આ પણ વાંચો:The Black Tiger: અનુરાગ બાસુ ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિક પર બાયોપિકનું કરશે નિર્દેશન
આ થિયેટરમાં થશે રિલીઝ: ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' મુંબઈ તેમજ ગુરુગ્રામ, ફરીદાબાદ, લખનૌ, દિલ્હી, નોઈડા, ચંદીગઢ, દેહરાદૂન, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, હૈદરાબાદ, ઈન્દોર, ચેન્નાઈ, વેલ્લોર, પુણે, અમદાવાદ, સુરત અને વડોદરામાં રિલીઝ થઈ રહી છે. DDLJ ભારતના 37 શહેરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. વર્ષ 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને આ ફિલ્મથી શાહરૂખ ખાનને 'રોમેન્ટિક હીરો'ની ઓળખ મળી હતી.
DDLJ રિલીઝ ડેટ: યશ રાજના ડિસ્ટ્રિબ્યુશન વાઈસ પ્રેસિડેન્ટ રોહન મલ્હોત્રાના જણાવ્યા અનુસાર 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલનારી ફિલ્મ છે. જે દેશમાં રોમાંસનું નવું પ્રતીક બની ગયું છે. કેટલાક સમયથી ચાહકો આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાની માંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં શાહરૂખના ચાહકોનું ધ્યાન રાખીને, તેની માંગ પૂરી થવા જઈ રહી છે. તેથી ફિલ્મ તારીખ 10 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ થિયેટરોમાં એક અઠવાડિયા સુધી ચાલશે.
આ પણ વાંચો:Pathan Box Office Collection: જાણો શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું 15 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
વેલેન્ટાઈન ડે પર DDLJ: બોલિવૂડનો 'પઠાણ' શાહરૂખ ખાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો નંબર વન 'રોમેન્ટિક હીરો' છે. શાહરૂખ ખાનને પોતે 'કિંગ ઓફ રોમાન્સ' નથી કહેતા. શાહરૂખ ખાને તેની 30 વર્ષથી વધુની ફિલ્મી કરિયરમાં એકથી એક હિટ રોમેન્ટિક ફિલ્મો આપી છે. તેમાં 'કુછ કુછ હોતા હૈ', 'દિલ તો પાગલ હૈ', 'મોહબ્બતેં' અને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી બ્લોકબસ્ટર રોમેન્ટિક ફિલ્મોનો સમાવેશ થાય છે. હાલમાં પ્રેમના સપ્તાહની સિઝન ચાલી રહી છે એટલે કે વેલેન્ટાઈન ડે ચાલી રહ્યો છે અને આજે તારીખ 10 ફેબ્રુઆરીએ કપલ્સે ટેડી ડે મનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શાહરૂખ ખાન અને કાજોલની બ્લોકબસ્ટર રોમેન્ટિક ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' આ પ્રેમની સિઝનને વધુ સુંદર બનાવવા માટે રિલીઝ થઈ રહી છે.