ન્યૂઝ ડેસ્કઃ બોલિવૂડ હિન્દી સિનેમાએ માઈલસ્ટોક કહી શકાય એવી ફિલ્મો આપી છે. ફિલ્મ 'શૉલે' બાદ સૌથી વધારે 90ના દાયકામાં જેની ચર્ચા થયેલી એ ફિલ્મ એટલે ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'. વર્ષો સુધી આ ફિલ્મના લોકેશન ચર્ચામાં રહ્યા. એટલું જ નહીં આ ફિલ્મ ગાયને (dilwale dulhania le jayenge story) પહેરાવવામાં આવેલી ઘંટી યુવાનોમાં કિ-ચેઈન રૂપે ખૂબ પ્રિય બની હતી. જ્યારે રાજના બેગના આશિક હજું પણ જોવા મળે છે. તો સિમરનનો ડ્રેસ આજે (dilwale dulhania le jayenge story Behind the scene) પણ ઘણી યુવતીઓ લગ્ન પ્રસંગે પહેલી પસંદ ધરાવે છે. આ અસર છે એ ફિલ્મની સમાજ પર
કિંગ ઓફ રોમાન્સઃઆ ફિલ્મ તારીખ 20 ઑક્ટોબર 1995માં રીલિઝ થઈ હતી. આ મહિનામાં આવતી 20મી તારીખે આ ફિલ્મ પોતાની 27મી એનિવર્સરી મનાવશે. 27 વર્ષ પહેલાનો રાજ આજે ખૂબ અલગ દેખાય છે. તો સિમરનના ઘરે પણ બે યંગ બેબીગર્લ એની બાજુમાં ઊભી રહી ગઈ છે. આટલા વર્ષોમાં ઓફ સ્ક્રિન ઘણી દુનિયા બદલી. જ્યારે પણ આ ફિલ્મ જોવામાં આવે છે ત્યારે આલ્પની પર્વતમાળા અંગે અચૂક એવી ચર્ચા થાય છે. હકીકત એવી પણ છે કે, જ્યારે ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે શાહરૂખ ખાનને લેવાની કોઈ ગણતરી જ ન હતી. આદિત્યની ઈચ્છા ટોમ ક્રુઝને લેવાની હતી.
મહેંદી લગા કે રખનાઃજ્યારે પણ આ ગીત વાગે ત્યારે સૌ કોઈ એની સાથે ગીત ગાવા લાગે છે. પણ જ્યારે આ ફિલ્મ ઓન ફ્લોર હતી ત્યારે આ ગીત લેવાનું જ ન હતું. યશરાજ આ ગીતને પોતાની બીજી એક ફિલ્મમાં લેવા માગતા હતા. પછી અંતે કંઈ ભેગું ન થયું એટલે આ ગીતને ખૂબ મોડે મોડેથી આ ફિલ્મમાં વચ્ચેથી એડિટીંગ ટેબલ પરથી એડ કરાયું છે. આ ફિલ્મમાં કોર્યોગ્રાફર તરીકે સરોજ ખાન નક્કી હતા. તેઓ સમગ્ર ફિલ્મનો પ્લોટ પણ જાણતા હતા. પણ ક્રિએટિવિટીમાં યશની વિચારધારા સમજવી અઘરી છે. જે સરોજખાનને મેચ ન થતા અંતે ફરાહ ખાનને ચાન્સ મળ્યો.
પંજાબી પરિવાર હરિયાણા ક્નેક્શનઃઆ ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત તુજે દેખા તો યે જાના સનમ.... શુટ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. આ ગીતનું શુટિંગ હરિયાણાના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરની વચ્ચે થયું છે. જેનું ખેતર હતું એ શુટિંગ માટે રાજી ન હતા. પછી કિંગ ખાને મામલો હાથમાં લીધો અને પછી બધુ થાળે પડતા ગીતનું શુટિંગ થયું. ગીત 'રૂક જા ઓ દિલ દિવાને' ગીતમાં કિંગખાન કાજોલને તેડી લે છે પછી એક જ સેકન્ડમાં એને મૂકી દે છે. આ વાત શુટિંગ વખતે કાજોલને ખબર જ ન હતી. કાજોલ કિંગ ખાનના હાથમાંથી પડ્યા બાદ જે રીએક્શન આવ્યા એ આબેહુબ ફિલ્મમાં મૂકી દેવાયા એક પણ એડિટીંગ વગર. વાહ..શું એક્ટિંગની ટ્રિક હતી. પછી કિંગ ખાને કાજોલને પર્સનલી સોરી કહેલું. કારણ કે આવું કરવાનું કોર્યોગ્રાફરે કહેલું.
આવ...આવ...આ સિન તો દરેકને યાદ હશે. જ્યારે અમરીશ પૂરી સવારે કબુતરને દાણા ખવડાવે છે. પણ આ સીન લેવાનો કોઈ ઈરાદો ન હતો. અમરીશ પુરી જ્યારે આ કબુતરને જોઈને દાણા આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવ..આવ... એ સમયે કેમેરો ઓન રોલ થઈ ગયો હતો. કિંગ ખાન અને અમરીશ પુરીની નેચરલ એક્ટિંગ કેમેરામાં રેકોર્ડ થયેલી છે. પછી આ સીનને ફિલ્મમાં સ્ક્રિપ્ટ કરાયો.