મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફાઈનલ મેચના બે દિવસ પહેલા કતાર પહોંચી હતી. તેમણે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલની શરૂઆત પહેલાં ભૂતપૂર્વ સ્પેનિશ ખેલાડી ઇકર કેસિલાસ સાથે ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022 Final) ટ્રોફી લોન્ચ કરી છે. રસપ્રદ વાત એ છે કે, દીપિકા પાદુકોણ ફિફાના ફૂટબોલ વર્લ્ડકપ ફાઇનલના ઈતિહાસમાં આવી સિદ્ધિ મેળવનારી બોલિવૂડની પ્રથમ વૈશ્વિક અભિનેત્રી (FIFA World Cup Trophy Deepika Padukone) છે.
આ પણ વાંચોઃદેશભક્તિની રોમાંચક ફિલ્મ મિશન મજનૂના ટીઝરને એક મિલિયનથી વધુ વ્યૂઝ
બેશરમ રંગ ડાન્સ વિવાદ:દીપિકા લૂઈસ વિટનની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર છે. હાલમાં તેની નવી ફિલ્મ 'પઠાણ' આવી રહી (Film Pathan Promotion in Qatar) છે. જેના 'બેશરમ રંગ' ગીતમાં ભગવા રંગની બિકિનીને કારણે તે વિવાદમાં આવી હતી. ફિલ્મના પ્રમોશન માટે કતારમાં આયોજિત (Deepika Dress in FIFA) ફિફા વર્લ્ડ કપ 2022માં શાહરૂખ ખાને પણ ખાસ હાજરી આપી છે. આ ઈવેન્ટમાં પાદુકોણે લુઝ પેન્ટ સાથે વ્હાઈટ શર્ટ અને લેધરનો ઓવરકોટ પહેર્યો હતો. જેનાથી એનો લુક જાણે કોઈ કાવબોય સ્યુટ પહેરી આવ્યું હોય એવું લાગતું હતું. સ્ટેટમેન્ટ બેલ્ટ સાથે એક્સેસરીઝ પણ પહેરી હતી.
આ પણ વાંચોઃઆર્જેન્ટિના 36 વર્ષે ફૂટબોલ ચેમ્પિયન, મેસ્સીની યાદગાર વિજયી વિદાય
FIFA વર્લ્ડ કપ 2022:વર્લકપના પ્રાયોજક ફાન્સના લક્ઝરી ફેશન હાઉસ લુઈસ વિટ્ટોને વર્લ્ડ ટ્રોફીના લોન્ચમાં હાજર રહેવાનું ગૌરવ તેની બ્રાન્ડ એમ્બેસેડર દિપિકા પાદૂકોણને આપ્યુ છે. એક એવી બ્રાન્ડ કે જેની પાસે વર્લ્ડ કપ માટે કસ્ટમ મેડ ટ્રોફી ટ્રંક છે. પ્રતિષ્ઠિત FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ લિયોનેલ મેસીની આગેવાની હેઠળના આર્જેન્ટિના અને હ્યુગો લોરિસના નેતૃત્વમાં ફ્રાન્સ વચ્ચે રમાઈ હતી. અંતે આર્જેન્ટિનાએ મેચ જીતી લીધી અને મેસ્સીએ વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યું છે. લુઈસ વિટ્ટો દુનિયાની જાણીતી ફેશન બ્રાંડ પૈકીની એક છે. જેની બ્રાંડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ છે.