હૈદરાબાદઃ રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ સ્ટારર ફિલ્મ 'સર્કસ'નું પહેલું ગીત કરંટ લગા રે ગુરુવારે (તારીખ 8 ડિસેમ્બર) રિલીઝ કરવામાં આવ્યું (Current Laga Re Song release) છે. કરંટ લગા રે ગીતમાં દીપિકા પાદુકોણનો પતિ રણવીરસિંહ જોરદાર દેખાવ કરી (Ranveer Singh Current Laga Re Song) રહ્યો છે. બોલિવૂડ એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ફિલ્મ 'સર્કસ'નું નિર્દેશન કર્યું છે. આ પહેલા તારીખ 2 ડિસેમ્બરે ફિલ્મ 'સર્કસ'નું અદભૂત અને ફની ટ્રેલર રિલીઝ થયું હતું. રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડિસ સહિતના સ્ટાર્સથી સજેલી આ કોમેડી ડ્રામા ફિલ્મ તારીખ 23 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
રણવીર અને દીપિકાનો ડાન્સ હશે 'કરન્ટ':બોલિવૂડના 2 પ્રતિભાશાળી સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફિલ્મ ક્ષેત્રની દરેક બાબતમાં નિષ્ણાત છે. અભિનય હોય કે નૃત્ય, બંને ઉત્તમ છે. હવે ફિલ્મ 'સર્કસ'ના નવા અને પહેલા ગીત 'કરંટ લગા રે'માં બોલિવૂડની આ સુપરહિટ જોડીએ પોતાના ડાન્સથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ ગીતમાં દીપિકા અને રણવીરના લટકે ઝટકા જોઈને કોઈપણનું મન ડાન્સ કરવા માટે ઉભરાઈ જશે.
કોણે લખ્યું આ ગીત: 'કરંટ લગા રે' ગીત બનાવવા માટે ઘણા લોકોએ મહેનત કરી છે. આ તમામ ગીતોમાંથી મોટા ભાગનું લિજો જ્યોર્જ અને ડીજે ચેતસે કમ્પોઝ કર્યું છે. આ ગીતમાં નકાશ અઝીઝ, ધ્વની ભાનુશાલી, જોનિતા ગાંધી અને લિજો જ્યોર્જે પોતાનો અવાજ આપ્યો છે. ગીતના શબ્દો પ્રખ્યાત ગીતકાર કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. ગીતમાં તમિલ રેપ વિવેક હરિહરનદ્વારા ગાયું છે, જેના ગીત તમિલ ગીતકાર હરિ દ્વારા લખવામાં આવ્યા છે.