ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Bharti Singh Son Birthday: ભારતી સિંહના દિકરાના જન્મદિવસ પર તસવીર કરી શેર, ચાહકોએ પાઠવી શુભેચ્છા - પુત્રનું નામ ભારતી સિંહ

કોમેડિયન ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ તેમના બાળકના પહેલા જન્મદિવસ પર એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. જેને ચાહકો સિવાય સેલેબ્સ દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના પુત્ર રિયાલિટી શો 'બિગ બોસ 16'માં વીકએન્ડમાં પહેલીવાર જોવા મળ્યો હતો.

Bharti Singh Son Birthday: ભારતી સિંહના ક્યૂટ દીકરાનો જન્મદિવસ પર તસવીર કરી શેર, ચાહકોએ પાઠવી શુભેચ્છા
Bharti Singh Son Birthday: ભારતી સિંહના ક્યૂટ દીકરાનો જન્મદિવસ પર તસવીર કરી શેર, ચાહકોએ પાઠવી શુભેચ્છા

By

Published : Apr 3, 2023, 4:30 PM IST

મુંબઈ:કોમેડિયન ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા આજે તેમના બેબી બોય લક્ષ્યનો પહેલો જન્મદિવસ ઉજવી રહ્યા છે. યુગલો પોતાના બાળકને પ્રેમથી 'ગોલા' પણ કહે છે. આ ખાસ ક્ષણ માટે, તેણે લક્ષ્યનું એક ખાસ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જે તેણે એક સુંદર સંદેશ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. લક્ષ્યના જન્મદીવસ પર ચાહકો અને કલાકારો શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

આ પણ વાંચો:Shweta Tiwari: શ્વેતા તિવારીની તસવીર જોઈ દિલ બોલી ઉઠશે વન્ડરફુલ, નિહાળો અભિનેત્રીની સુંદરતા

ભારતીએ પોસ્ટ કરી શેર: ઈન્સ્ટાગ્રામ પર તેના ક્યૂટ લક્ષ્યની તસવીર શેર કરતાં ભારતીએ લખ્યું, 'હેપ્પી ફર્સ્ટ બર્થડે લક્ષ્ય (ગોલ્લા). ઘણો પ્રેમ બાબુ, મોટા થઈને અમારા જેવા જ બનો. ભગવાન તારુ ભલુ કરે.' ભારતીની આ પોસ્ટ પર ફેમસ ફીમેલ સિંગર નેહા કક્કર, સચેત ટંડને કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઈમોજી શેર કર્યા છે. જ્યારે સિદ્ધાર્થ નિગમ, કીકુ શારદા, આરતી સિંહે લક્ષ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી ધોળકિયા, ગૌહર ખાન સહિત તમામ સેલેબ્સે ગોલાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

સેલેબ્સે ગોલાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી: TV એક્ટર અર્જુન બિજલાનીએ ભારતીની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે, 'ખૂબ જ ક્યૂટ.' અભિનેત્રી નીરુ બાજવાએ લખ્યું, 'હેપ્પી બર્થડે હેન્ડસમ. દેવ આશિર્વાદ. ગૌહર ખાને લખ્યું કે, સૌથી સુંદર બાળકને જન્મદિવસની શુભેચ્છા. ગોલા તને ભગવાન આશીર્વાદ આપે. ઉર્વશી ધોળકિયાએ પણ લખ્યું, 'જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન ગોલા તને આશીર્વાદ આપે.

આ પણ વાંચો:Shah Rukh Khan Video: પિતા શાહરૂખ ખાનને 'ઝૂમે જો પઠાણ' પર કર્યો ડાન્સ, જુઓ આર્યન ખાનનું રિએક્શન

ભારતી સિંહના પુત્રનું ટીવી ડેબ્યૂ: ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના પુત્ર લક્ષ્ય સિંહ લિંબાચિયાને TV પર રિયાલિટી શો 'બિગ બોસ 16'માં વીકએન્ડમાં પહેલીવાર જોવા મળ્યો હતો. હર્ષે તેને શોના હોસ્ટ સલમાન ખાનને સોંપી દીધો અને થોડીવાર માટે સ્ટેજ છોડી દીધો હતો. સલમાન ખાન અને ગોલાની આ ક્યૂટ મોમેન્ટ લાઈમલાઈટમાં રહી હતી.

ABOUT THE AUTHOR

...view details