હૈદરાબાદ 94મા એકેડેમી એવોર્ડ્સ (Oscar Awards 2022)માં, હોલીવુડ સ્ટાર વિલ સ્મિથે તેની પત્નીની મજાક કરવા બદલ સ્ટેજ પર હોસ્ટ ક્રિસ રોકની નિંદા કરી હતી. આ ઘટના આખી દુનિયામાં આગની જેમ ફેલાઈ ગઈ અને વિલ સ્મિથની ચારેબાજુ આકરી ટીકા થઈ હતી. હવે ક્રિસ રોક વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે ઓસ્કાર એવોર્ડ 2023 હોસ્ટ કરવાનો ઇનકાર (chris rock declines offer to host Oscars 2023) કરી દીધો છે. હોસ્ટ અને કોમેડિયન ક્રિસ રોકે કહ્યું કે તેને ઓસ્કાર 2023 હોસ્ટ કરવાની ઓફર મળી હતી પરંતુ તેણે નકારી કાઢી છે.
આ પણ વાંચોરણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કેસમાં મુંબઈ પોલીસ સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યુ
શિસ્તભંગની કાર્યવાહી શરૂ તમને જણાવી દઈએ કે, 94મા ઓસ્કાર 2022 એવોર્ડ સમારોહ દરમિયાન હોસ્ટ ક્રિસ રોકને થપ્પડ મારનાર પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે ઓસ્કાર એવોર્ડ આપનાર સંસ્થામાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે એવા સમયે રાજીનામું આપ્યું જ્યારે એકેડેમી તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે, એકેડમીએ વિલ સ્મિથનું રાજીનામું સ્વીકારી લીધું છે.