ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

જાણો આ સાઉથ ફિલ્મોની જાણીતી સિંગરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું - સિંગર ચિન્મયી શ્રીપદાનું ઇન્સ્ટાગ્રામ સસ્પેન્ડ

કેટલાક મેલ યુઝર્સ સાઉથ સિંગરને તેમના પ્રાઈવેટ પાર્ટની તસવીરો મોકલી રહ્યા હતા. તેની ફરિયાદ બાદ સિંગરનું એકાઉન્ટ સસ્પેન્ડ (Chinmayi Sripada instagram account suspended) કરવામાં આવ્યું હતું.

જાણો આ સઉથ  ફિલ્મોની જાણીતી સિંગરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું
જાણો આ સઉથ ફિલ્મોની જાણીતી સિંગરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું

By

Published : Jun 25, 2022, 11:23 AM IST

હૈદરાબાદઃ સાઉથ ફિલ્મોની જાણીતી સિંગર ચિન્મયી શ્રીપદા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોઈ અજાણ્યો વ્યક્તિ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Chinmayi Sripada instagram account ) પર ગાયિકાને અશ્લીલ તસવીરો મોકલી રહ્યો હતો. જ્યારે સિંગરે આ અંગે ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદ કરી ત્યારે એક અજીબ વાત બની. ખરેખર, આ લોકો પર કાર્યવાહી કરવાને બદલે, ઈન્સ્ટાગ્રામે ગાયકનું એકાઉન્ટ સસ્પેન્ડ (Chinmayi Sripada instagram account suspended) કરી દીધું હતુ. જો કે, હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ આકસ્મિક રીતે થયું છે કે ઈરાદાપૂર્વક કરવામાં આવ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર સિંગરનું એકાઉન્ટ હજી પણ સસ્પેન્ડ છે.

આ પણ વાંચો:'શમશેરા'માં સંજય દત્તનો ખલનાયક લૂક, ટ્રેલર રિલીઝ પહેલા સામેે આવ્યું પોસ્ટર

શ્રીપદે શું કહ્યું: ચિન્મયી શ્રીપદાએ કહ્યું છે કે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક પુરૂષ યુઝર્સ તેના પ્રાઈવેટ પાર્ટની તસવીરો થોડા સમયથી મોકલી રહ્યા હતા. આવી સ્થિતિમાં, જ્યારે તેણે આ વિશે ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદ કરી, ત્યારે તેનું પોતાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે, ત્યારે ગાયકના ચાહકો નિરાશ થયા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

તાજેતરમાં જ સિંગર માતા બની છે: ઉલ્લેખનીય છે કે, સિંગર હાલમાં જ જોડિયા બાળકોની માતા બની છે. આ સારા સમાચાર પર, તેના ચાહકોએ ગાયકને ખૂબ જ અભિનંદન પઠવ્યા હતા. સિંગરે સોશિયલ મીડિયા પર તેના ટ્વિન્સની તસવીરો પણ શેર કરી છે. તેના એક દિવસ બાદ જ સિંગરનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું હતુ.

ઇન્સ્ટાગ્રામે મારું એકાઉન્ટ હટાવી દીધું: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિન્મયી શ્રીપદાએ બેકઅપ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે, 'આખરે ઇન્સ્ટાગ્રામે મારું એકાઉન્ટ હટાવી દીધું છે, કારણ કે મેં એવા લોકો વિશે ફરિયાદ કરી હતી જે મને તેમના પ્રાઇવેટ પાર્ટની તસવીરો મોકલતા હતા, તે લાંબા સમયથી મારી સાથે છે. તે સમયસર થઈ રહ્યું હતું, પરંતુ મારી એક્સેસ બ્લોક થઈ ગઈ હતી, ગમે તે હોય, આ મારું બેકઅપ એકાઉન્ટ છે.

આ પણ વાંચો:Sushant Singh Rajput suicide case: રિયા ચક્રવર્તી અને શોવિક સામે ચાર્જશીટ દાખલ, આ દિવસે લેવાશે નિર્ણય!

મીટૂ મોમેન્ટમાં ચિન્મયી શ્રીપદાનું નામ: ઉલ્લેખનીય છે કે ચિન્મયી શ્રીપદા હેશટેગ મીટૂ મોમેન્ટને કારણે ચર્ચામાં આવી હતી. સિંગરે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો પર છોકરીઓનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગાયકના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા હિટ ગીતો છે. ચિન્મયી મોટે ભાગે સામંથા રૂથ પ્રભુને અવાજ આપવા માટે જાણીતી છે.

ABOUT THE AUTHOR

...view details