ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Hugh Hudson Dies: ચૅરિટ્સ ઑફ ફાયર ડિરેક્ટર હ્યુ હડસનનું થયું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર - દિગ્દર્શક હ્યુ હડસન

એક જ ફિલ્મથી 4 ઓસ્કાર જીતનાર આ પ્રખ્યાત હોલીવુડ ડિરેક્ટરનું ગઈ કાલે નિધન થુયં હતું. આ દુ:ખદ ઘટના બાદ ફિલ્મના કલાકારોએ શોક વ્યક્ત કર્યો હતો. આ નિર્દેશકે 86 વર્ષે અંતિમ શ્વાસ લિધા હતા. હોલિવૂડના કલાકાર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

Hugh Hudson Dies: ચૅરિટ્સ ઑફ ફાયર ડિરેક્ટર હ્યુ હડસનનું થયું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
Hugh Hudson Dies: ચૅરિટ્સ ઑફ ફાયર ડિરેક્ટર હ્યુ હડસનનું થયું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

By

Published : Feb 11, 2023, 3:45 PM IST

લંડન: હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા છે દુખદ સમાચાર. બ્રિટીશ નિર્દેશક હ્યું હડસનનું તારીખ 10 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. આ માહિતી હ્યું હડસનના પરિવાર દ્વારા આપવામાં આવી હતી. આ દુ:ખદ ઘટનાને લઈ હોલિવૂડ ફિલ્મ ઉદ્યોગના કલાકાર શોક વ્યકત્ કરી રહ્યા છે.

આ પણ વાંચો:Nawazuddin Siddiqui Controversies: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ પતિ લગાવ્યો આરોપ

હ્યુ હડસનનું અવસાન થયું: હોલીવુડના દિગ્ગજ બ્રિટિશ નિર્દેશક હ્યુ હડસનનું ગયા શુક્રવારે 86 વર્ષની વયે અવસાન થયું. દિગ્દર્શકના પરિવારે આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે. પરિવારે જણાવ્યું છે કે તેમણે શુક્રવારે લંડનની ચેરીંગ ક્રોસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ દિગ્દર્શકના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. હોલીવુડના તમામ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હ્યુ તેની ફિલ્મ 'ચૈરિટ્સ ઓફ ફાયર' માટે જાણીતો છે. આ ફિલ્મે 4 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા.

બ્લોકબસ્ટર ફિલ્મ: વર્ષ 1981માં રીલિઝ થયેલી બ્રિટિશ ફિલ્મ 'ચેરિયટ્સ ઓફ ફાયર' બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મની સ્ટોરી બે બ્રિટિશ એથ્લેટ્સ પર આધારિત હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ સહિત ચાર ઓસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ પ્રખ્યાત સ્વર્ગસ્થ ગ્રીક સંગીતકાર વાંજોલિસના સંગીત માટે પણ જાણીતી છે, જેનું વર્ષ 2022 માં અવસાન થયું હતું.

આ પણ વાચો:SidKiara Reception: સોશિયલ મીડિયા પર શેર થયું સિદ્ધાર્થ કિયારાનું કાર્ડ, તમે જોયું?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક: બ્રિટિશ એક્ટર નિગેલ હેવર્સે બ્રિટિશ ડિરેક્ટર હ્યુ હડસનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, 'મને એ જાણીને ખૂબ જ દુઃખ થયું છે કે મારા 45 વર્ષના મિત્ર હ્યુ હડસન હવે આપણી વચ્ચે નથી રહ્યા. હિટ ફિલ્મ ચેરિઓટ્સ ઓફ ફાયર ઉપરાંત, હ્યુજીસે ગ્રેસ્ટોક: ધ લિજેન્ડ ઓફ ટાર્ઝન, લોર્ડ ઓફ ધ એપ્સ, રિવોલ્યુશન અને ટારઝન રિવિઝિટનું નિર્દેશન પણ કર્યું હતું.

હ્યુ હડસનનું પરિવાર: હ્યુ હડસનના પરિવારની વાત કરીએ તો તેણે બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન વર્ષ 1977માં ચિત્રકાર સુસાન મિક્સી સાથે થયા હતા. આ લગ્નથી હ્યુજીસને એક પુત્ર થયો અને વર્ષ 2003માં દિગ્દર્શકે ફિલ્મ 'જેમ્સ બોન્ડ' સ્ટારર અભિનેત્રી મરિયમ ડી'બો સાથે બીજા લગ્ન કર્યા. મરિયમ ફિલ્મ 'ધ લિવિંગ ડેલાઈટ્સ'માં કારા મિલોવીની ભૂમિકામાં જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details