મુંબઈ:TV શો 'સાવધાન ઈન્ડિયા ક્રાઈમ એલર્ટ'ની પ્રખ્યાત અભિનેત્રી ચંદ્રિકા સાહાએ તેના પતિ અમન મિશ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવ્યો છે કે, તેણે 15 મહિનાના બાળકને ફ્લોર પર 3 વાર માર માર્યો હતો. અહેવાલ અનુસાર અભિનેત્રીએ શેર કર્યું કે, તે તેના બાળકના જન્મથી ખુશ નથી. અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાહાએ બાળકને રડતા જોયો હતો અને તેના શરીર પર ઈજાના નિશાન હતા. ફૂટેજ જોઈને તેને ખબર પડી કે, તેના પતિએ બાળકને 3 વખત જમીન પર પછાડ્યો હતો. બાળકને મલાડ પશ્ચિમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Chandrika Saha: ચંદ્રિકા સાહાનો પુત્ર ઈજાગસ્ત, અભિનેત્રીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી - ચંદ્રિકા સાહાનો પુત્ર ઘાયલ
CID જેવા શો માટે જાણીતી TV અભિનેત્રી ચંદ્રિકા સાહાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચંદ્રિકાનો આરોપ છે કે, તેના પતિ અમન મિશ્રાએ તેના 15 મહિનાના બાળક પર હુમલો કર્યો હતો. હુમાલામાં અભિનત્રીનું ભાળક ઈજાગ્રસ્ત થયું છે. તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતાં.
ચંદ્રિકા સાહાનો પુત્ર ઈજાગ્રસ્ત:જો મીડિયા રિપોર પ્રમાણે અભિનેત્રીએ પોલીસને ફરિયાદ કરી છે કે, તેના પતિ તેમના બાળકના જન્મ પછી ખુશ દેખાતા નથી. ઘણીવાર તેની સાથે મારપીટ કરતા હતા. અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે, તેના બાળકને રડતી હાલતમાં જોયા હતા. આ ઉપરાંત બાળકના શરીર પર ઈજાના નિશાન પણ જોયા હતા. અભિનેત્રી ચંદ્રિકા સાહાએ પોતાના પતિ અમન મિશ્રા પર પોતાની ફરિયાદમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ઘરના ફૂટેજ જોયા બાદ તેને ખબર પડી કે, તેના પતિ અમને બાળકને ત્રણ વાર ફર્શ પર પછાડીને ઇજા પહોંચાડી હતી.
- The Kerala Story: ધ કેરલા સ્ટોરી ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી થશે, CM યોગી પણ મંત્રીઓ સાથે ફિલ્મ જોશે
- Adipurush Trailer: ફિલ્મ મેકર્સે આદિપુરુષનું ટ્રેલર રિલીઝ કરી દિધું છે, જુઓ અહિં શાનદાર વીડિયો
- The Kerla Story: પ્રતિબંધનો વિરોધ કરતાં ફિલ્મ નિર્માતાએ કહ્યું, 'અભિવ્યક્તિની સ્વતંત્રતા પર મોટો હુમલો.'
ગર્ભપાત કરાવવાનો ઈરાદો હતો: અભિનેત્રી ચંદ્રિકા સાહાએ જણાવ્યું કે, જ્યારે તે અમન મિશ્રાને મળી ત્યારે તે છૂટાછેડા લીધેલી મહિલા હતી અને તેનું અફેર હતું. આ દરમિયાન તે ગર્ભવતી પણ બની હતી. જ્યારે અમનને આ વાતની જાણ થઈ, ત્યારે અમન બાળકને લઈ જવા નહીં પરંતુ ગર્ભપાત કરાવવા માંગતો હતો. પરંતુ તેની હાલત જોયા બાદ ડોક્ટરોએ તેને ગર્ભપાત ન કરવાની સલાહ આપી હતી. આ પછી જ તેણે આ બાળકને રાખવાનું નક્કી કર્યું.