ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Chaleya Song Out: 'જવાન' ફિલ્મનું 'ચલેયા' સોન્ગ આઉટ, જુઓ શાહરુખ ખાનનો રોમન્ટિક અંદાજ - જવાન ચલેયા ગીત

શાહરુખ ખાન અભિનીત થ્રિલર ફિલ્મ 'જવાન'માંથી એક રોમેન્ટિક ગીત 'ચલેયા' રિલીઝ કર્યું છે. શાહરુખ ખાને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર વીડિયો સોન્ગ ચાહકો સાથે શેર કર્યો છે. આ સોન્ગ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં બહાર પાડ્યું છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે આવી રહી છે.

'જવાન' ફિલ્મનું ચલેયા સોન્ગ આઉટ, જુઓ શાહરુખ-નયનતારાની કેમેસ્ટ્રી
'જવાન' ફિલ્મનું ચલેયા સોન્ગ આઉટ, જુઓ શાહરુખ-નયનતારાની કેમેસ્ટ્રી

By

Published : Aug 14, 2023, 12:47 PM IST

હૈદરાબાદ: બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું પ્રથમ ગીત 'જિંદા બંદા' રિલીઝ થયું હતું. ચાહકો આ ફિલ્મના બીજા ગીતની રાહ જોઈ રહ્યાં હતા, તે રાહનો હવે અંત આવી ગયો છે. ગઈકાલે ચલેયા સોન્ગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. વચન મૂજબ તારીખ 14 ઓગસ્ટના રોજ ફિલ્મ નિર્માતાઓએ 'જવાન' ફિલ્મમાંથી બીજું સોન્ગ 'ચલેયા' રિલીઝ કરી દિધું છે.

ચલેયા ગીત રિલીઝ: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' થિયેટરોમાં ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે, ત્યારે નિર્માતાઓ એક પછી એક પોસ્ટર, ટીઝર, ટ્રેલર અને સોન્ગ રિલીઝ કરીને ચાહકોમાં ફિલ્મ જોવાની જિજ્ઞાશા ખુબ જ વધારી દીધી છે. 'જવાન' એ હન્દી ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે. ગૌરી ખાન અને ગૌરવ વર્મા દ્વારા રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ 'જવાન' ફિલ્મનું નિર્માણ થયું છે.

શાહરુખનો રોમેન્ટિક અંદાજ:'ચલેયા' ગીત અરિજીત સિંહ અને શિલ્પા રાવે ગાયું છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને નયનતારાની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ગીતની શરુઆત 'ઈશ્કમે દિલ બના હૈ' બોલથી શરુ થાય છે. વીડિયો સોન્ગમાં શરુઆતમાં શાહરુખ અને નયનતારાની રોમેન્ટિક અંદાજમાં એક સાથે એન્ટ્રી જોવા મળે છે. શાહરુખ ખાન અલગ અલગ અવતારમાં જોવા મળે છે. ઘણા શોર્ટમાં તેમનો ડ્રેસ બદલાય છે અને આંખ પર સ્ટાઈલિશ ચશ્મા જોવા મળે છે.

ફિલ્મની રિલીઝ ડેટ: 'જવાન' ફિલ્મ 200 કરોડના બજેટમાં બની છે. 'પઠાણ'ની સફળતા બાદ ફરી એક વાર શાહરુખ ખાન બોક્સ ઓફિસ પર ધડાકો કરવા જઈ રહ્યાં છે. શાહરુખ ખાને 'પઠાણ' ફિલ્મ બોકસ ઓફિસ પર રિલીઝ કરીને ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. શાહરુખ ફરી એક વાર દર્શકોના દિલ પર રાજ કરવા માટે દીપિકા પાદુકોણ, નયનતારા અને વિજય સેતુપતી સ્ટારર ફિલ્મ 'જવાન' લઈને આવી રહ્યાં છે. એટલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

  1. Chaleya Teaser: શાહરુખ ખાને 'ચલેયા' ગીતનું ટીઝર રિલીઝ કર્યું, જુઓ નયનતારા સાથે SRKની કેમેસ્ટ્રી
  2. Jawan Twitter Case: શાહરુખ ખાનની 'જવાન'ની વીડિયો ક્લિપ ટ્વિટર પર થઈ વાયરલ, પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
  3. Rajinikanth Film Jailer: 'જેલર' ફિલ્મ ભારતમાં 150 કરોડની નજીક, વિશ્વભરમાં 300 કરોડનો ટાર્ગેટ

ABOUT THE AUTHOR

...view details