મુંબઈ: ગણપતિ બાપ્પા મોર્યા. હા.. દેશભરમાં આવો જ અવાજ સંભળાઈ રહ્યો છે અને લોકો આ તહેવારને ધામધૂમથી ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. ગણપતિ બાપ્પાની નવી મૂર્તી હોય કે નવા કપડા, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સેલેબ્સ કેવી રીતે પાછળ રહી શકે ? આ પ્રસંગે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિગ બોસ ફેમ શિવ ઠાકરે વગેરે જેવા સેલેબ્સે તહેવારની તૈયારીઓ શરુ કરી દીધી છે. શિલ્પા શેટ્ટી અને શિવ ઠાકરે તેમના ઘરે ગણપતિ બાપ્પાની નવી મૂર્તિ લઈને આવ્યા છે.
Ganesh Chaturthi 2023: સેલેબ્સ પોતાના અંદાજમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે, જુઓ વીડિયો - ગણેશ ચતુર્થી શિલ્પા શેટ્ટી
દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી શરુ થઈ ગઈ છે. આ અવસરે લોકો ભક્તિના રંગે રગાયા છે અને ઉજવણી દરમિયાન કોઈ તક છોડવા તૈયાર નથી. આવી સ્થિતિમાં સેલેબ્સ ગણપતિ બાપ્પાનો તહેવાર ખાસ રીતે ઉજવી રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિગબોસ ફેમ શિવ ઠાકરે ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારી કરતા જોવા મળ્યા હતા.
Published : Sep 18, 2023, 9:51 AM IST
શિલ્પા શેટ્ટી દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે: આ 11 દિવસના તહેવારને અભિનેત્રી દર વર્ષે પોતાના પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ઉજવે છે. રવિવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજકુંદ્રા સાથે બહાર ગઈ હતી. તેઓ ગણપતિ બાપ્પાની મૂર્તિ ઘરે લઈને આવ્યા હતા. શિલ્પા શેટ્ટીએ લાલબાગથી લાવેલી મૂર્તિનો ચેહરો પાપારાઝી સામે જાહેર કર્યો હતો. આ વર્ષે પણ અભિનેત્રી ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી હતી. તેમણે ગણપતિ બપ્પાના વખાણ કર્યા હતા.
સેલેબ્સ ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે: ખતરો કે ખિલાડી 13 અને બિગ બોસ ફેમ શિવ ઠાકરેએ ગણેશ ચતુર્થી પહેલા મુંબઈના મહારાજા ગણપતિનું સ્વાગત કર્યું હતું. શિવ ઠાકરે દ્વારા લાવવામાં આવેલી મૂર્તિ સિંઘમ અવતારમાં જોવા મળી હતી. શિવ ઠાકરે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. શિવ ઠાકરેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોંધનિય છે કે, આ વર્ષે ગણેશ ચતુર્થી તારીખ 19 સપ્ટેમ્બરે આવી છે. ફિલ્મ અને TV જગતના સ્ટાર્સ દર વર્ષે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરે છે.
- Jawan Box Office Collection: શાહરુખ ખાનની 'જવાને' દર્શકોના મન મોહી લીધા, બોક્સ ઓફિસ પર 500 કરોડની નજીક
- Parineeti Chopra Airport Look: લગ્ન પહેલા પરિણીતી ચોપરાની કેપ પર રાઘવ ચઢ્ઢાના પ્રેમનો લાગ્યો રંગ
- Sangeeta Bijlani Relation: સલમાન ખાન મોડલ સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, જાણો કેમ વાત અટકી ગઈ