મુંબઈઃ આ દિવસોમાં અદિતિ રાવ હૈદરી કાન્સમાં પોતાનું ગ્લેમર ફેલાવી રહી છે. તારીખ 25 મેના રોજ અદિતિએ કાન ફિલ્મ ફેસ્ટિવલ 2023ના રેડ કાર્પેટ પર તેની પ્રથમ રજૂઆત કરી. આ ખાસ પ્રસંગ માટે અભિનેત્રીએ તેજસ્વી યલો કલરમાંં રફલ્ડ બોલગાઉન પસંદ કર્યો. આ ગાઉનમાં અદિતિ ક્યૂટ લાગી રહી હતી. અદિતિએ સુંદર પોશાક પહેરીને સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા હતાં.
કાન્સમાં અદિતિ રાવ: અદિતિ રાવે તેના ઇન્સ્ટાગ્રામ પર કાન્સમાંથી તેમની તાજેતરની તસવીરો શેર કરી છે. તસવીરોમાં અદિતિ સુંદર ઓફ-શોલ્ડર સનશાઇન યલો ગાઉનમાં જોવા મળે છે, જેમાં એક પાંખડીનો આકાર આપતા પોશાક ભવ્ય લાગી રહ્યો છે. અદિતિએ તેના સુંદર ગાઉન માટે સોફ્ટ કર્લ્સ અને તાજા ઝાકળવાળું મેકઅપ લુક પસંદ કર્યો હતો. અદિતિનો આ લુક અત્યાર સુધીનો સૌથી ફ્રેશ લુક છે. આ સુંદરતા સાથે ફક્ત અદિતિ જ આ લુક કેરી કરી શક્તી હતી.
કાન્સમાં અદિતિનો લુક: ચાહકોને અદિતિનો આ લુક ઘણો પસંદ આવ્યો છે. ચાહકોએ કોમેન્ટ સેક્શનને ફાયર, રેડ હાર્ટેડ જેવા ઘણા ઇમોજીથી ભરી દીધું છે. એક યુઝરે અદિતિને 'સુંદર એન્જલ' કહી છે. અન્ય એક પ્રશંસકે ટિપ્પણી કરી છે, 'ઉફ્ફ, તમે આટલી સુંદર કેવી રીતે બની શકો છો.' બીજાએ લખ્યું, 'તે સૂર્યપ્રકાશ છે.'
અદિતિ રાવનો વર્કફ્રન્ટ: 'સમ્મોહનમ', 'હે સિનામિકા', 'પદ્માવત' અને 'દિલ્હી 6' જેવી ફિલ્મોમાં તેમના કામ માટે અભિનેત્રી જાણીતી છે. અદિતિ રાવ હૈદરી છેલ્લી વખત વેબ સિરીઝ 'જુબિલી'માં જોવા મળી હતી. તેમની લાઇનઅપમાં 'ગાંધી ટોક્સ' અને 'શેરની' અને વેબ-સિરીઝ 'હીરામંડી'નો સમાવેશ થાય છે.
- Hina Khan G20: હિના ખાને G20 સમિટમાં હાજરી આપી, બેઠકમાં ભાગ લેનારી બીજી ભારતીય સેલિબ્રિટી
- Munawar Rana In ICU: પ્રખ્યાત કવિ મુનાવ્વર રાણાની તબિયત બગડી, લખનઉની એપોલો હોસ્પિટલમાં દાખલ
- Gauahar Khan: પ્રસૂતિના 10 દિવસ પછી ગૌહર ખાને 10 કિલો વજન ઘટાડ્યું, જાણીને થશે આશ્ચર્ય