ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Tamannaah Bhatia : તમન્ના ભાટિયા જોન અબ્રાહમ સાથે એક્શન ફિલ્મ કરશે, વેદામાં હિટ ડાયરેક્ટરનું હશે નિર્દેશન - ફિલ્મ વેદા

બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા હવે બોલિવૂડના પાવરફુલ એક્ટર જોન અબ્રાહમ સાથે એક્શન ફિલ્મમાં જોડાવા જઈ રહી છે. જાણો આ ફિલ્મ વેદા સાથે જોડાયેલી વાતો.

Tamannaah Bhatia : તમન્ના ભાટિયા જોન અબ્રાહમ સાથે એક્શન ફિલ્મ કરશે, વેદામાં હિટ ડાયરેક્ટરનું હશે નિર્દેશન
Tamannaah Bhatia : તમન્ના ભાટિયા જોન અબ્રાહમ સાથે એક્શન ફિલ્મ કરશે, વેદામાં હિટ ડાયરેક્ટરનું હશે નિર્દેશન

By

Published : Jul 13, 2023, 3:56 PM IST

હૈદરાબાદ : ખૂબસૂરત અભિનેત્રી તમન્ના ભાટિયા આજકાલ ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલરમાં તેનું હિટ સોન્ગ કાબાલા રીલિઝ થયું છે. જેના પર તમન્નાના ફેન્સ રીલ બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરી રહ્યાં છે. આ પહેલાં તમન્ના ભાટિયાની બોયફ્રેન્ડ એક્ટર વિજય વર્મા સાથેની ફિલ્મ લસ્ટ સ્ટોરી 2 રીલિઝ થઇ હતી.

જોન અબ્રાહમ સાથે કરશે એક્શન : લસ્ટ સ્ટોરી 2 માં તમન્નાએ બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે ઇન્ટિમેટ સીન કરીને ઓટીટીના પરદે આગ લગાવી દીધી હતી. હવે તમન્નાની ઝોળીમાં એક વધુ ફિલ્મ આવી ગઇ છે. આ વખતે તમન્નાને બોલિવૂડના હેન્ડસમ હન્ક કહેવાતા જોન અબ્રાહમ સાથે હાઇ ઓક્ટેન એક્શન ડ્રામા ફિલ્મ વેદામાં જોવા મળશે. આવો જાણીએ ફિલ્મ વેદા વિશે અને તેમાં તમન્ના ભાટિયાના રોલ વિશે.

જોન અબ્રાહમ સાથે પહેલીવાર ફિલ્મ વિશે શું કહે છે:ફિલ્મ વેદાને મશહૂર ડાયરેક્ટર નિખિલ આડવાણી બનાવવા જઇ રહ્યાં છે. ફિલ્મ વેદામાં ખતરનાક એક્શન અને સ્ટંટ જોવા મળશે. ફિલ્મ વેદામાં તેની એન્ટ્રી થવા પર તમન્ના ભાટિયાએ ખૂબ ખુશીની લાગણી જતાવતાં તેની વોલ પર લખ્યું છે કે મેં હંમેશા એ વાતની પ્રશંસા કરી છે કે નિખિલની સ્ટોરી કેટલી સરસ છે. તેમનામાં એક સારી અને પ્રભાવી ફિલ્મ બનાવવાની ક્ષમતા છે. હું જોન સાથે પહેલીવાર ફિલ્મમાં કામ કરવા જઇ રહી છું. ફિલ્મમાં મારો રોલ કેવો હશે તે જોવું ખરેખર સરપ્રાઇઝ બની રહેશે.

ફિલ્મ વેદાની નિર્માતા છે ત્રણ કંપની : આપને જણાવીએ કે અસીમ અરોડાએ ફિલ્મ વેદા લખી છે. નિખિલ આડવાણી નિર્દેશિત કરશે. ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયો, એમ્મે એન્ટરટેઇનમેન્ટ અને જેએ એન્ટરટોઇનમેન્ટ છે. હવે તમન્ના ભાટિયાના ચાહકોને જાણ થવા જઇ જ રહી છે કે તે જોન અબ્રાહમ સાથે કામ કરશે તો તેમનો રોમાંચ વધી જવાનો છે. વેદા ઉપરાંત તમન્ના ભાટિયા પાસે જેલર, ભોલા શંકર, બંદ્રા અને અર્નામનાયઇ 4 ફિલ્મ પણ છે.

  1. Tamannaah Bhatia: તમન્ના ભાટિયા નતાલિયાના નીટ ડ્રેસમાં ચમકી, ખૂબસૂરત લુક જોઈને ચાહકોના દિલ ધબક્યા
  2. Tamannaah Bhatia: તમન્ના ભાટિયા અને વિજય વર્મા ડેટિંગ, અભિનેત્રીએ મૌન તોડ્યું
  3. Tamannaah Bhatia: તમન્નાએ ડેનિમ જેકેટ સાથે બ્લેક પેન્ટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, નજર હટાવી શકશો નહીં

ABOUT THE AUTHOR

...view details