ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 CM બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત - પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા ઉદયપુર પહોંચશે

બોલિવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના શાહી અંદાજમાં લગ્ન થવા જઈ રહ્યા છે. આ લગ્નમાં 4 મુખ્ય પ્રધાન આવવાની શક્યતા છે. આ ઉપરાંત મહેમાનોનું સ્વાગત પણ ખાસ રીતે કરવામાં આવશે. લગ્ન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે, જુઓ અહિં.

Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 CM બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત
Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 CM બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 11:56 AM IST

ઉદયપુર:ઉદયપુર-બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા શુક્રવારે ઉદયપુર પહોંચી ગયા છે. આ દરમિયાન તેમના પરિવારના સદસ્યો પણ હાજર રહેશે. દેશમાંથી 4 મુખ્યપ્રધાન પણ મહેમાન બનશે. પરિણીતી ઉદયપુરના સુંદર લીલા પેલેસમાં રહેશે. આ શાહી લગ્નની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉદયપુરના લીલા પેલેસને દુલ્હનની જેમ અંદરથી શણગારવામાં આવ્યો છે, જેની સુંદરતા જોવાલાયક છે.

Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 CM બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત

પરિણીતી અને રાઘવ ઉદયપુર એરપોર્ટ પહોંચ્યા:બોલિવુડ અભનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા શુક્રવારે ઉદયપુર પહોંચ્યા છે. મળતી માહિતી મૂજબ, બંને ઉદયપુરના મહારાણા પ્રતાબ ડબોક એરપોર્ટથી પિચોલા તળાવ પહોંચશે, જ્યાં તેઓ બોડ રાઈડ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાવથી પોતપોતાની હોટેલ માટે રવાના થશે. પરિણીતી ચોપરાની બહેન પ્રિયંકા ચોપરા પણ શાહી લગ્નમાં હાજરી આપવા માટે તારીખ 23 સપ્ટેમ્બરે ભારત પહોંચશે. અહીં સિક્યોરિટીની દૃષ્ટિએ યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 CM બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત
પંજાબી રિત-રિવાજ મુજબ શાહી અંદાજમાં લગ્ન: પરિણીતી અને રાઘવ તારીખ 24 સપ્ટેમ્બરે પંજાબી રિત-રિવાજ મુજબ શાહી અંદાજમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવે આ દિવસને ખાસ બનાવવા માટે ઉદયપુરનો ધ લીલા પેલેસ પસંદ કર્યો છે. લગ્નનું બુકિંગ થઈ ગયું છે. આ VIP લગ્નને લઈને હોટેલ મેનેજમેન્ટ પણ એલર્ટ છે. લગ્ન માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હોટલના સ્ટાફમાંથી પણ કંઈ લીક ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી છે. 2 દિવસ દરમિયાન સ્ટાફને કોઈ પણ સંજોગોમાં હોટલની અંદર સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 CM બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત

તારણ:લગ્નમાં આવનારા મહેમાનોનું સ્વાગત પણ ખાસ રીત કરવામાં આવશે. રાજા-રજવાડોના પ્રદેશમાં મહેમાનોને આવકારવાની ખાસ પરંપરા છે. રાઘવ પરિણીતીના લગ્નમાં સ્વાગત માટે ભારત સહિત અન્ય 2-3 દેશોમાંથી ખાસ ફૂલો મંગાવવામાં આવ્યા છે. લગ્નમાં આવનારા મહેમાનોનું રાજા-મહારાજાઓની જેમ ફુલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન મહેમાનોના સ્વાગત માટે રાજસ્થાની ગીતો પણ સંભળાશે, જેમાં કેસરિયા બાલમ પધારો મારા દેશ અને આ ઘૂમર ઝન્કાર પણ સાંભળવા મળશે.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 CM બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત

શાહી બોટને શણગારવામાં આવી હતી:તારીખ 24 સપ્ટેમ્બરે રાઘવના લગ્નનો સરઘસ તેમની દુલ્હનને લેવા ઉદયપુરના સુંદર પિછોલા તળાવ સ્થિત તાજ મહેલથી નિકળશે. આ દરમિયાન રાઘવ શાહી બોટમાં સવાર થશે. જ્યારે લગ્નના મહેમાનો પણ ખાસ પોશાકમાં જોવા મળશે. તેથી શાહી બોટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. આ દરમિયાન આ સુંદર દ્રશ્ય કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું લાગશે.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 CM બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નું શેડ્યૂલ:પરિણીતી ચોપરાની ચૂડા સેરેમની તારીખ 23મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે યોજાશે. તારીખ 24મી સપ્ટેમ્બરે રાઘવ ચડ્ડાની સેહરાબંધી તાજ લેક પેલેસમાં પબોરે 1 વાગ્યે યોજાશે. બપોરે 2 વાગ્યે લેક પેલેસથી લગ્નનનો સરઘસ નીકળશે. લીલા પેલેસમાં બપોરે 30:30 વાગ્યે પેલેસમાં જયમાલા થશે. સાંજે 4 વાગ્યે ફેરા થશે અને પછી 6:30 વાગ્યે પરિણીતી ચોપરાને વિદાય આપવામાં આવશે. તારીખ 24મી સપ્ટેમ્બરે રાત્રે 8:30 વાગ્યે કોર્ટયાર્ડમાં એક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30મી સપ્ટમ્બરે ચંદીગઢની એક હોટલમાં વધુ એક રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
  1. Jawan Collection Day 15: શાહરૂખ ખાનની બોક્સ ઓફિસ પર 'બાદશાહત' બરકરાર, જાણો 'જવાન'નું 15મા દિવસનું કલેક્શન
  2. Akhil Mishra Passes Away : ફિલ્મ '3 ઇડિયટ્સ'ના એક્ટર અખિલ મિશ્રાનું મોત, પત્ની આઘાતમાં
  3. Jawan Box Office Collection: 'જવાન'નો જાદુ ઓસરવા લાગ્યો, 16માં દિવસે સૌથી ઓછું કલેક્શન કરે તેવી સંભાવના

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details