ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Anushka Sharma Home Video: અનુષ્કા શર્માએ જુની યાદો કરી તાજી, બાળપણના મકાનનો વીડિયો કર્યો શેર - અનુષ્કા શર્માનો મકાનનો વીડિયો

હાલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રમાશે. ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ટીમ સાથે ઈન્દોર પહોંચ્યા હતા. તેમની સાથે તેમની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા પણ પહોંચી હતી. જ્યાં અભિનેેત્રીએ બાળપણ વિતાવ્યું હતું એ મકાનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Anushka Sharma Home Video: અનુષ્કા શર્માએ જુની યાદો કરી તાજી, બાળપણના મકાનનો વીડિયો કર્યો શેર
Anushka Sharma Home Video: અનુષ્કા શર્માએ જુની યાદો કરી તાજી, બાળપણના મકાનનો વીડિયો કર્યો શેર

By

Published : Mar 7, 2023, 1:28 PM IST

મધ્યપ્રદેશ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચનું આયોજન હોલકર સ્ટેડિયમ ઈન્દોરમાં કરવામાં આવ્યું હતું. ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ટીમ સાથે ઈન્દોર પહોંચ્યો હતો. વિરાટ કોહલીની સાથે તેમની પત્ની ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ઈન્દોર પહોંચી હતી. આ એ વિસ્તાર છે, જ્યાં અભિનેેત્રીએ બાળપણ વિતાવ્યું હતું. અનુષ્કા શર્માએ પોતાના બાળપણના મકાનનો વીડિયો શેર કર્યો છે. જુઓ અહિં વીડિયો.

Anushka Sharma Home Video: અનુષ્કા શર્માએ જુની યાદો કરી તાજી, બાળપણના મકાનનો વીડિયો કર્યો શેર

આ પણ વાંચો:Nawazuddin Siddiqui: પૂર્વ પત્ની સાથેના વિવાદ પર નવાઝુદ્દીને મૌન તોડ્યું, લાંબી નોટ કરી શેર, કહ્યાં મોટા ખુલાશા

અનુષ્કા શર્માના મકાનનો વીડિયો:અનુષ્કા શર્મા જ્યારે મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી હતી, ત્યારે અનુષ્કા શર્મા પણ આ દરમિયાન મહુ પહોંચી ગઈ હતી. ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મહુમાં ફરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અનુષ્કા કહી રહી છે, કે તે પહેલા આ ઘરમાં રહેતી હતી અને તેની સામે તેનો મિત્ર રહેતો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર શેર: અનુષ્કાએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેના પિતા આર્મીમાં હતા ત્યારે તે તેમની પોસ્ટિંગ દરમિયાન મહુમાં રહી હતી. મહુ, અનુષ્કા તેના જૂના ઘરે પરત ફર્યા છે અને બાળપણને યાદ કરીને તેની સાથે જોડાયેલી યાદોનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જ્યારે અનુષ્કા શહેરના અન્ય વિસ્તારોમાં પણ ફરતી જોવા મળી હતી. આ ઉપરાંત અનુષ્કાએ શહેરના મુખ્ય ચોક અને અન્ય વિસ્તારોની તસવીર પણ શેર કરી છે.

આ પણ વાંચો:Bholaa Trailer Out: અજય દેવગણ સ્ટારર ફિલ્મ ભોલાનું ટ્રેલર રિલીઝ, અહિં જાણો ફિલ્મ વિશે

મહાકાલેશ્વર મંદિરના દર્શન:તારીખ 4 માર્ચના રોજ ક્રિકેટર વિરાટ કોલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ મધ્યપ્રદેશમાં 12 જ્યોતિર્લિંગમાનાં એક મહાકાલેશ્વર મંદિરના દર્શને ગયાં હતાં. ત્યાં તેમણે મહાકાલેશ્વરના દર્શન કર્યા હતાં. આ દરમિયાન ભસ્મા આરતીમાં પણ ઉપસ્થિત રહી આશિર્વાદ લીધા હતાં. જ્યાં અનુષ્કા શર્માએ એક સરળ સાડી પહેરી હતી અને વિરાટ કોહલીએ ધોતી પહેરી હતી. મહાકાલના આશિર્વાદ મેળવ્યા પછી બન્ને નંદિબહોલમાં શાંત વાતારણમાં બેઠા હતાં.

ABOUT THE AUTHOR

...view details