હૈદરાબાદ: પ્રસિદ્ધ સિંગર કેકેનું ગઈકાલે રાત્રે (31 મે) કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન બગડતી તબિયતના કારણે નિધન (Death of the famous singer KK) થયું હતું. આ સમાચારથી સમગ્ર દેશની આંખો ભીની થઈ ગઈ છે. હાલમાં સિંગરનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. અહીં પોલીસે સિંગરના માથામાં ઈજાના નિશાન બાદ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અહીં ભાજપે પશ્ચિમ બંગાળ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવતા આ ગંભીર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.(BJP blames TMC for singer KK death) આ સંદર્ભમાં રાજ્યની સત્તાધારી પાર્ટી ટીએમસીએ બીજેપીને સિંગરના મૃત્યુ પર રાજનીતિ કરવાનું બંધ કરવા કહ્યું છે.
આ પણ વાંચો:કોલકાતા કોન્સર્ટમાં પ્રખ્યાત ગાયક KKનો મૃત્યુ પહેલાનો છેલ્લો વીડિયો થયો વાયરલ
કોન્સર્ટમાં 7 હજાર દર્શકો સામેલ હતા:હવે સિંગરના મૃત્યુ પર ભાજપ અને મમતા બેનર્જી લીડ ટીએમસી સામસામે આવી ગયા છે. આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે. ટીએમસી પર નિશાન સાધતા ભાજપના પ્રદેશ પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ કોન્સર્ટમાં 7 હજાર દર્શકો સામેલ હતા, જ્યારે કોન્સર્ટ હોલની ક્ષમતા માત્ર 3 હજાર લોકોની છે. કેકે ત્યાં પબ્લિક દ્વારા ઘેરાયેલો હતો અને ત્યાં કોઈ વીઆઈપી વ્યવસ્થા નહોતી.