મુંબઈઃબિપાસા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવૂડના સુંદર કપલમાંથી એક છે. કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની અને તેમની નાની રાજકુમારીની સુંદર તસવીરો શેર કરે છે. હાલમાં જ બિપાશા અને કરણે તેમની દીકરી દેવીનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં દેવી બોલ સાથે રમતી જોવા મળી રહી છે. દેવીનો વિડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં બિપાશા અને કરણે કેપ્શનમાં લખ્યું, 'નેચરલ એથ્લેટ. તમારી જાતને પ્રેમ કરો, મામા પપ્પાની જેમ.' ક્લિપમાં દેવીને બોલ સાથે રમતી બતાવવામાં આવી છે. જોકે વીડિયોમાં તેનો ચહેરો દેખાતો નથી. દેવી ગ્રે કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.
બિપાશા-કરણે શેર કર્યો નાની રાજકુમારીનો ક્યૂટ વીડિયો, ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે - બિપાશા બાસુનો ઇન્સ્ટાગ્રામ વીડિયો
બોલિવૂડની 'બિલ્લો રાની' બિપાશા બાસુ અને તેના પતિ-અભિનેતા કરણ સિંહ ગ્રોવરે તેમની પુત્રી દેવીનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ વીડિયો જોઈ ઘણા ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે. દેવી ગ્રે કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. ચાલો દેવીના લેટેસ્ટ વીડિયો પર એક નજર કરીએ.
બિપાશાની પોસ્ટ પર કોમેન્ટ: બિપાશાએ વીડિયો પર એક કેપ્શન પણ આપી લખ્યું છે કે, 'દેવીની સવારની કસરત. તેના માતા અને પિતાની જેમ કરણને પણ કસરત કરવી ગમે છે. કપલ્સની આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, 'તેને ઘરે ટ્રેનર મળ્યો છે.' અન્ય એક પ્રશંસકે લખ્યું છે, 'ફ્યુચર એથ્લેટ'. જ્યારે એક યુઝરે કોમેન્ટ કરી છે કે, 'તે શુદ્ધ અને નિર્દોષ છે.' એક પ્રશંસકે લખ્યું છે, 'દેવી તમે ક્યૂટી પાઈ છો'. અન્ય ચાહકોએ પોસ્ટ પર ઘણાં રેડ હાર્ટ ઇમોજીસ છોડી દીધા.
- Bandaa Trailer: રેપ પીડિતા માટે કોર્ટમાં લડતા મનોજ બાજપેયી, અહિં જુઓ ફિલ્મનું રસપ્રદ ટ્રેલર
- Sonam Kapoor: સોનમ કપૂરનું કોરોનેશન કોન્સર્ટમાં શાનદાર પ્રેઝન્ટેશન, 'નમસ્તે' સાથે કરી અભિનયની શરુઆત
- The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ હાહાકર મચાવ્યો, જાણો ત્રીજા દિવસની કમાણી
અભિનેત્રીનો વર્કફ્રન્ટ: બિપાશા અને કરણે તેમના લગ્નના 6 વર્ષ પછી તારીખ 12 નવેમ્બર 2022ના રોજ તેમની રાજકુમારી દેવીનું સ્વાગત કર્યું છે. બિપાશાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેની પુત્રીના નામની જાહેરાત કરી હતી. કરણ સિંહ ગ્રોવર હવે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી એરિયલ એક્શન થ્રિલર ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળશે. તે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.