ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Bigg Boss OTT 2 Winner: યુટ્યુબર એલ્વિશ યાદવે અભિષેક મલ્હાનને હરાવીને બિગ બોસ OTT 2 ટ્રોફી જીતી હતી - બિગ બોસ ઓટીટી 2 વિજેતા

તાજેતરમાં બિગ બોસ OTT 2 શો ખુબ જ ચર્ચામાં છે. આ શોને બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યાં છે. ચાહકો આ શોના વિજેતા કોણ બનશે તેની રાહ જોઈને બેઠા હતા, ત્યારે હવે આ રાહનો અંત આવી ગયો છે. બિગ બોસ OTT 2એ સોમવારે વિજેતાની જાહેરાત કરી હતી. યુટ્યુબર એલ્વિશ યાદવ આ સીઝનના વિજેતા બન્યા હતા.

ટૂટ્યુબર એલ્વિશ યાદવે અભિષેક મલ્હાનને હરાવીને બોગ બોસ OTT 2 ટ્રોફી જીતી હતી
ટૂટ્યુબર એલ્વિશ યાદવે અભિષેક મલ્હાનને હરાવીને બોગ બોસ OTT 2 ટ્રોફી જીતી હતી

By

Published : Aug 15, 2023, 9:44 AM IST

મુંબઈ: બિગ બોસ OTT 2ને હોસ્ટ કરી રહેલા બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાને તારીખ 14 ઓગસ્ટના રોજ વિનરની જાહેર કરી હતી. ટૂટ્યુબર એલ્વિશ યાદવે અભિષેક મલ્હાનને હરાવીને બિગ બોસ ઓટીટી સીઝન 2 ટ્રોફી જીતી હતી. એલ્વિશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. બિગ બોસ ઓટીટી 2ના ઘરની અંદર તેમની સફર શાનદાર રહી છે. બિગ બોસ ઓટીટી 2 ટોપ 5 ફાઈનલિસ્ટ લિસ્ટમાં એલ્વિશ યાદવ ઉપરાંત અભિષેક મલ્હાન, મનીષા રાની, પૂજા ભટ્ટ અને બેબીકા ધુર્વેના નામ સામેલ હતા.

બિગ બોસ OTT 2 વિજેતાની જાહેરતા: અભિષેક આ શોના રનર અપ હતા. મનાષા રાનીએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. એલ્વિશે 25 લાખ રુપિયાના રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી જીતવા માટે તમામ પાંચ ફાઈનલિસ્ટને પાછળ છોડી દીધા હતા. ફાઈનલ પહેલા અભિષેકને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહિં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર તેમને ડેન્ગું થયુ હોવાનું નિદાન થુયં હતું. તેઓ દવા લીધા પછી એપિસોડમાં હાજર થયા હતા.

બિગ બોસ OTT 2ના સ્પર્ધકોની યાદી:બિગ બોસ ઓટીટીની બીજી સીઝન તારીખ 17 જૂને jio સિનેમા પર પ્રિમીયર થઈ હતી. આ શોના હોસ્ટ સલમાન ખાન હતા. આ શોની શરુઆત 13 સ્પર્ધકો સાથે થઈ હતી. 13 સ્પર્ધકોના નામમાં જોઈએ તો, પુનીત શર્મા, આલિયા સિદ્દકી, આકાંક્ષા પુરી, પલક પુરસ્વાની, પૂજા ભટ્ટ, બેબીકા ધુર્વે, અભિષેક મલ્હાન, અવિનાશ સચદેવ, જિયા શંકર, મનીષા રાની, જદ હદીદ, સાયરસ બ્રોચા અને ફલક નાઝ સામેલ છે. પુનીત શર્મા એ 24 કલાકની અંદર બાહર થાનર પ્રથમ સ્પર્ધક હતા. જિયા શંકર ગયા સપ્તાહના એલિમિનેશન રાઉન્ડ દરમિયાન બહાર થનાર છઠ્ઠા સ્પર્ધક હતા.

  1. Bigg Boss OTT 2: ફિનાલે પહેલા અભિષેક મલ્હાન હોસ્પિટલમાં દાખલ, ચાહકો થયા ચિંતિત
  2. Bharatanatyam: કંગના રનૌત ભરત નાટ્યમ કરવા બદલ ટ્રોલ થઈ, ચાહકોએ આપી પ્રતિક્રિયા
  3. Patriotic Movies Bollywood: આ કલાકારોએ સ્ક્રીન પર સ્વાતંત્ર્ય સેનાનીની શાનદાર ભૂમિકા ભજવી હતી

ABOUT THE AUTHOR

...view details