હૈદરાબાદ: બિગ બોસ ઓટીટી 2માંથી 37માં દિવસે એક સ્પર્ધકને ઘર છોડીને જવું પડ્યું. આ વખતે ટેેલિવિઝન અભિનેત્રી ફલક નાઝ ઘરમાંથી બહાર થઈ ગઈ છે. વિકેન્ડ કા વારમાં સલમાન ખાને ફલક નાઝને ઘરમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. ફલક નાજના જતા રહેવાથી સૌથી વધુ અસર ટેેલિવિઝન અભિનેતા અવિનાશ સચદેવને થઈ છે, જે હજુ સુધી બિગ બોસની રમતમાં ટકી રહ્યો છે.
જેદ હદીદને ઠપકો: આ વિકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાને સ્પર્ધકો સાથે ઘણી મસ્તી કરી છે અને શિક્ષા પણ કરી છે. વિતી ગયેલા એપિસોડમાં શું થયું ? અને ફલક નાઝના જતા રહેવાથી ઘરમાં વાતાવરણ કેવું છે તે ચાલો અહિં જાણીએ. કહેવામાં આવી રહ્યું હતું કે, વિકેન્ડ કા વારમાંથી બે લોકો બેઘર થશે, જેમાં ફલક નાઝની સાથે બીજુ નામ કિસ કંટ્રોવર્સી મેન જેદ હદીદનું સામેલ હતુ. પરંતુ તેઓ બચી ગયા છે. જેદ હદીદને ઘરમાં દેખાતા ન હતા અને તેઓ ગેમ રમી રહ્યાં હોવાથી સલમાન ખાન તેને ઠપકો આપે છેે.
અવિનાશની આંખોમાં આંસુ: આ વખતે શોથી બહાર થવા માટે 6 સ્પર્ધકો તલવારની ધાર પર લટકતા હતા. જેમાં સૌથી આગળ 3માં ફલક નાઝ, અવિનાશ સચદેવ અને જેદ હદીદનું નામ સામેલ છે. સલમાન ખાને ઘરમાં આ ત્રણેને વોટ આપવા કહ્યું હતું, તેમ છતાં બધાના વોટ ફલક નાઝના વિરુધ ગયા હતા. આખરે ફલક નાઝ આ શોમાંથી બરાહ થઈ ગઈ છે. ફલના જવાથી અવિનાશની આંખો ભીની થઈ ગઈ હતી.
ફલક નાઝ બહાર: જિયા શંકર, એલ્વિશ યાદવ અને આશિકા બાટિયા આ 3 ખિલાડી એવા છે, જેને આ સપ્તાહમાં ઘરમાંથી બહાર કઢવા માટે નક્કી કરવામાં આવ્યા હતા. બોગ બોસ ઓટીટી 2 જિયો સિનેમા પર દરરોજ રાત્રે 9 કલાકે સ્ટ્રીમ થાય છે. ફલક નાઝના ઘરમાંથી જતા રહ્યાં છે. ત્યાર બાદ પૂજા ભટ્ટ, અભિષેક મલ્હાન, અવિનાશ સચદેવ, મનીષા રાની, જિયા શંકર, જૈદ હદીદ, બેબિકા ધ્રુવ, આશિકા ભાટિયા અને એલ્વિશ યાદવ ઘરમાં ઉપસ્થિત છે.
- Suriya Birthday: સુર્યાના જન્મદિવસ પર ફિલ્મ 'કંગુવા'ની ફર્સ્ટ ઝલક આઉટ, જુઓ વીડિયો
- Oppenheimer Controversy: 'ઓપેનહેમર' ફિલ્મ પર પ્રતિબંધની માંગ, ભગવદગીતા સાથે સંબંધિત એક દ્રશ્યને લઈ યુઝર્સો ગુસ્સે
- Box Office Collection: ભારતીય બોક્સ ઓફિસ પર ઓપેનહેમર ફિલ્મે મચાવ્યો હાહાકર, 3 દિવસમાં 50 કરોડની કમાણી