હૈદરાબાદ: છઠ્ઠા વિકેન્ડ કા વારમાં વધુ ડ્રામા જોવા મળ્યો હતો. આ એપિસોડમાં સલમાન ખાને સ્પર્ધકોને છેડછાડ અને જબરદસ્તી સેડિન્ગ કરવા બદલ મનીષા રાનીને શિક્ષા કરી હતી. બીજી બાજુ જિયા શંકરે પાણીમાં સાબુ ભેળવીને એલ્વિશ યાદવને આપવા બદલ શિક્ષા કરી હતી. પૂજા ભટ્ટ અને બેબિકા ધુર્વેએ પોતાના દિવસની શરુઆત નાસ્તાની ફરજોની ચર્ચા સાથે કરી હતી.
પૂજા-બિબિકા વચ્ચે ચર્ચા: પૂજા બેબિકા જણાવે છે કે, મનીષા રાની નાસ્તો બનાવશે નહિં. બેબિકા પૂજાને બધા શું ખાવા માંગશે તે પુછવા માટેનો નિર્દેશ કરે છે. પુજા તેને આગ્રહ કરે છે કે, તે તેમની સાથે આવી રીતે રમત ન રમે. પછી પૂજા તેમને કહે છે કે, તેમણે પ્રથમ દિવસે જે બનાવ્યું હતું તે જ બનાવે. પૂજા અને બેબિકા બન્ને થોડી અકડાયેલી જોવા મળે છે. પરંતુ ત્યાર પછી બન્ને એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળે છે. ત્યારે એવુ લાગે છે કે, જાણે કે સમસ્યાનું સમાધાન થઈ ગયું હોય.
આશિકાની મજાક ઉડાવી: મનીષા, એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન આશિકા ભાટિયાને ચીડવે છે. અભિષેક આશિકાને કઠપુતળી કહે છે. અભિષેક આગલ દાવો કરે છે કે, જો આશિકાને દુર કરી દેવામાં આવે તો મને વધુ સ્નેક્સ અને કોફી મળશે. આશિકા આ વતાને લઈ નિરાશ જોવા મળે છે, જ્યારે અન્ય ત્રણ હંસવા લાગે છે. સ્પર્ધોકોને એક એવા સદસ્યને સિલેક્ટ કરવા કહે છે, જેમનું વ્યક્તિક્વ બનાવટી હોય. જીયા શંકરને સૌથી વધુ વોટ મળ્યા તેમ છતાં, સલમાન ખાને મનીષા રાનીને પસંદ કરી હતી.
સલમાન ખાનની સલાહ: અભિનેતાના જણાવ્યા અનુસાર, મનીષા સ્પર્ધોકોને પ્રભાવિત કરે છે અને જબરદસ્તી સેટિન્ગ બનાવે છે. શોમાં સલમાન ખાને જણાવ્યું હતું કે, આશિકા અને એલ્વિશ પર મનીષાનો પ્રભાવ તેમના અંગત લાભો મેળવવા માટે હતો અને આ બધું રમતનો એક ભાગ હતો. તેમને લવગુરુની ભૂમિકા ન ભજવવાની સલાહ પણ આપી હતી.
જિયાએ માફી માંગી: જ્યારે એલ્વિશને એક અસાઈન્મેન્ટ આપવામાં આવ્યું હતું, સ્પર્ધકોને બજર વાગે ત્યાં સુધી તેને જે પણ જોઈએ તે કરવા માટે આદેશ આપી શકે છે. એલ્વિસે જિયાને વિનંતી કરી કે તેને પાણી પીવડાવશે. જોકે, તેમાં હાથ ધોવાનું પણ સાથે જોડી દીધું. જ્યારે એલ્વિશનો જિયા સાથે સામનો થયો ત્યારે, જિયાએ હકીકતનો અસ્વીકાર કર્યો. આ એપિશોડમાં સલમાન ખાને જિયાને એવું કંઈક કરવા બદલ શિક્ષા કરી હતી, જે એલ્વિશ માટે નુક્સાનકારક હોઈ શકે છે. જિયાએ એલ્વિશની માફી માંગી અને સ્વીકાર્યું કે તે ખોટો નિર્ણય હતો.
ફલકના વર્તની ચિંતા: ફલક નાઝે રસોડામાં રસોડામાં ટિપ્પણી કરી હતી કે, જો એલ્વિશ વધુ પરાઠા ખાવા માંગે છે, તો તે જાતે બનાવી શકે છે. અલ્વિશે પ્રસ્તાવ મુક્યો કે ફલક તેમની એનજીઓની મુલાકાત લે. ત્યાર બાદ એલ્વિશે મનિષા અને અભિષેક સાથે આ વિષય પર ચર્ચા કરી હતી. આ દરમિયાન ફલકના લડાયક વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
- Sara Ali Khan Visits Amarnath: સારા અલી ખાને અમરનાથ મંદિરની મુલાકાત લીધી, વીડિયો કર્યો શેર
- Mouni Roy: હોસ્પિટલમાં 9 દિસવ દાખલ રહ્યાં બાદ આવી મૌની રોય, પતિ સાથેની તસવીર સાથે હેલ્થ અપડેટ આપી
- Box Office Collection: 'ઓપેનહેમર' ફિલ્મે ચાહકોના દિલમાં આગ લગાવી, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી