હૈદરાબાદ: વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન યુદ્ધના (indo pak war 1971) હીરો ભૈરોન સિંહ રાઠોડનું નિધન થયું (Bhairon Singh Rathore passes away )છે. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. છાતીમાં દુખાવો અને તાવની ફરિયાદ બાદ તારીખ 27 સપ્ટેમ્બરે તેમને જોધપુરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને થોડા દિવસોમાં જ અહીંથી રજા આપવામાં આવી હતી. પરંતુ ફરીથી તેમની તબિયત બગડતાં તેમને ફરીથી દાખલ કરવા પડ્યા હતા. AIIMS પ્રશાસને ભૈરો સિંહને દાખલ કર્યા બાદ મફત સારવાર આપવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1963માં ભરતી થયેલા ભૈરોન સિંહ તારીખ 31 ડિસેમ્બર 1987ના રોજ BSFમાંથી નિવૃત્ત થયા હતા. અભિનેતા સુનીલ શેટ્ટીએ વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'બોર્ડર'માં ભૈરોન સિંહનું મજબૂત પાત્ર ભજવ્યું હતું.
બોર્ડરમાં સુનિલ શેટ્ટીએ ભજવી ભૂમિકા: કહેવામાં આવી રહ્યું છે કે, ભૈરોનસિંહના મોતની માહિતી મળતા જ BSFની સાથે ઓફિસર જવાન હોસ્પિટલ પહોંચ્યા અને તેમને અંતિમ વિદાય આપી. જેપી દત્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'બોર્ડર'માં સુનીલ શેટ્ટીએ ભૈરોન સિંહની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી. જો કે ફિલ્મમાં ભૈરોન સિંહના પાત્રની હત્યા કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક જીવનમાં ભૈરોન સિંહનું હવે નિધન થઈ ગયું છે.