હૈદરાબાદ:તાજેતરમાં અભિનેતા આકાશ ચૌધરીને આશ્ચર્યજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાપારાઝી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં આકાશની પીઠ પાછળ એક ચાહકે બોટલ ફેંકી હતી. વાસ્તવમાં અભિનેતા પાસે એક ચાહકોનું જૂથ સેલ્ફી લેવા માટે આવ્યું હતું. ચાહકો સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે અભિનેતાએ ઈનકાર કર્યો હતો. સેલ્ફી લેવા માટે ના પાડતા ચાહકે તેમના પર પ્લાસ્ટિકની બોટલ ફેંકી હતી.
Fans Attack Akash Choudhary: ભાગ્ય લક્ષ્મી સ્ટાર આકાશ ચૌધરી પર ચાહકો દ્વારા હુમલો, વીડિયો વાયરલ - એક્ટર આકાશ ચૌધરીનો વીડિયો વાયરલ
ભાગ્ય લક્ષ્મીના અભિનેતા આકાશ ચૌધરી પર મુંબઈમાં ચાહકો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં ચાહકોના એક જૂથે આકાશને તસવીર માટે વિનંતી કરી હતી. જ્યારે કેટલીક તસવીર ક્લિક કર્યા પછી સેલ્ફી લેવાનો ઈનકાર કર્યો હતો, ત્યારે નિરાશ ચાહકે તેના પર પાણીની બોટલ ફેંકી હતી.
Published : Sep 16, 2023, 5:10 PM IST
ચાહકોએ આકાશ ચૌધરી પર હુમલો કર્યો: અભિનેતા એક ઈવેન્ટમાં ગયા હતા. વીડિયોમાં જોવા મળે છે કે, આકાશ ચૌધરીએ તેમની કારમાંથી બહાર નીકળ્યા પછી તરત જ, અભિનેતા ભાગ્યલક્ષ્મી સ્ટાર સાથે સેલ્ફી લેવાની આશા રાખતા આતુર ચાહકો પાસે આવ્યા હતા. જ્યારે આકાશે સેલ્ફી લેવાની વિનંતીઓનો ઈનકાર કર્યો હતો, ત્યારે એક અસંતુષ્ટ ચાહકે તેમના પર પાણીની બોટલ ફેંકવાનો ઈશારો કર્યો હતો. આ જોઈ તરત જ અભિનેતાએ કહ્યું હતું કે, ''ક્યા કર રહે હો ભાઈ ?'' પરંતુ જેવા તે પોતાની કાર તરફ ગયા કે, પાછળથી તેમના ઉપર એક ચાહકે બોટલ ફેંકી હતી.
ભૂતકાળમાં બનેલી ઘટના વિશે: અગાઉ એક સિંગર સાથે આવી જ ઘટના બની હતી. કર્ણાટકમાં ચાલી રહેલા એક હમ્પી ઉત્સવ દરમિયાન દર્શકોમાંથી કોઈ યુવકે ગાયક કૈલાશ ખેર પર હુમલો કર્યો હતો. જ્યારે કૈલાશ ખેર સ્ટેજ પર પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે યુવકોએ ખેર પર પાણીની બોટલ ફેંકી હતી. આ ઘટના હમ્પી ઉત્સવના છેલ્લા દિવસે બની હતી. તારીખ 27 જાન્યુઆરીથી શરુ થયેલા ત્રણ દિવસીય હમ્પી ઉત્સવનો રવિવારે સમાપન દિવસ હતો.
- Tv Actress Pregnant: લગ્નના 5 વર્ષ બાદ આ Tv એક્ટ્રેસ બનવા જઈ રહી છે માતા, બેબી બમ્પ સાથે ફોટો કર્યો શેર
- Vikram Thakor Upcoming Film: વિક્રમ ઠાકોરે આગામી ફિલ્મ 'જીંદગી જીવી લે'ની કરી જાહેરાત, જુઓ પોસ્ટર
- Thank You For Coming: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'થેન્ક યુ ફોર કમિંગ' ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું